________________
ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ
O
તીર્થંકર ગોત્રનો બંધ
અનેક જન્મોની સન્ક્રિયાના ફળ સ્વરૂપ ઘાતકી ખંડના પૂર્વવિદેહ ક્ષેત્રની મંગલાવતી વિજયની રત્નસંચયા નગરીના રાજા પદ્મના ભવમાં ચંદ્ર પ્રભુને ધર્મપ્રેરણાનો સુંદર યોગ મળ્યો હતો. શહેરમાં સાધુઓનું આવવા-જવાનું વિશેષ રહેતું હતું. ધર્મની પ્રેરણા સામાન્ય રીતે ધર્મગુરુ સાપેક્ષ જ હોય છે. તેઓ જે ગામ, નગરમાં જાય છે, ત્યાં જ ધર્મની ગંગા સતત પ્રવાહિત રહે છે. ધર્મગુરુઓના અભાવે ધર્મની પ્રે૨ણા લુપ્ત થઈ જાય છે, પછી સામૂહિક સાધના દુર્લભ બની જાય છે. તે રત્નસંચયાના લોકો આ બાબતે ભાગ્યશાળી હતા. તેમને સાધુસંતોની પ્રેરણા સતત મળતી રહેતી હતી.
યુગંધરમુનિ પાસે રાજા પદ્મ દીક્ષિત થયા. તપસ્યાની સાથે તેઓ વૈયાવૃત્ય પણ કરવા લાગ્યા. વીસ સ્થાનોની તેમણે વિશેષ સાધના કરી. પૂર્વકૃત કર્મોનો ક્ષય કર્યો. તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશન પૂર્વક આરાધક પદ પ્રાપ્ત કરીને અનુત્તર લોકના વિજય વિમાનમાં દેવત્વ પ્રાપ્ત કર્યું.
જન્મ
દેવત્વનું આયુષ્ય ભોગવ્યા પછી ભગવાન ચંદ્રપ્રભનો જીવ સ્વર્ગથી ચ્યવન પામીને ચંદ્રપુરીના રાજા મહાસેનની રાણી લક્ષ્મણાદેવીની પવિત્ર કૂખે અવતરિત થયો. માતા લક્ષ્મણાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સવારે સ્વપ્નશાસ્ત્રીઓએ જણાવ્યું કે તીર્થંકર અવતરિત થયા છે. મહારાણી ગર્ભાવસ્થામાં ખૂબ સાવધાની રાખવા લાગ્યાં. તેમણે પોતાનું ખાવા-પીવાનું, બોલવાનું, ઊઠવા તથા બેસવાનું વગેરે સંયમપૂર્વક ક૨વા માંડ્યું. વધારે હસવાનું, વધારે બોલવાનું, ઝડપથી બોલવાનું, ગુસ્સો કરવાનું વગેરે પ્રયત્નપૂર્વક બંધ કરી દીધું. અત્યંત મિષ્ટ, અત્યંત તીખું ભોજન પણ સર્વથા છોડી દીધું.
તીર્થંકરચરિત્ર - T
७८