________________
કારણે તેઓ ખોટી દલીલ કરી શકતા નહોતા. તેથી તેમણે કહ્યું, “પુત્ર ! તો પછી તું તારા પોતાના અને જગતના કલ્યાણ માટે જે ઉચિત સમજે તે પ્રમાણે કર.” પિતાની આજ્ઞા મળી ગઈ. વાસુપૂજ્ય પોતાના મહેલમાં આવ્યા. એક તરફ લોકાંતિક દેવ ભગવાનને પ્રતિબોધ આપવાની પરંપરા નિભાવવા માટે પહોંચી ગયા. પ્રતિબોધ આપ્યો, દેવોએ મળીને વર્ષાદાનની વ્યવસ્થા કરી. ભગવાને વર્ષીદાન દીધું. દીક્ષા
નિર્ધારિત તિથિ મહા વદ અમાસના દિવસે છસો વ્યક્તિઓ સાથે વાસુપૂજ્યકુમારે અભિનિષ્ક્રમણ કર્યું. દીક્ષાના દિવસે તેમને ઉપવાસનું તપ હતું.
બીજા દિવસે નજીકના શહેર મહાપુરનગરના રાજા સુનંદને ત્યાં ભગવાને પરમાન (ખીર) વડે પારણું કર્યું અને દેવોએ પંચ દ્રવ્યો પ્રગટ કરીને દાનનું મહત્ત્વ સમજાવ્યું.
ભગવાને પોતાના છદ્મસ્થ કાળના એક માસમાં ઉગ્રતમ અંતરંગ સાધના કરી. પવિત્ર જીવન તો તેમનું આરંભથી જ હતું, હવે પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવામાં પણ તેમણે વિશેષ સફળતા મેળવી. ગુણસ્થાનોનાં સોપાન ચડતાં ચડતાં તેમણે ચાર ઘાતિક કર્મનો ક્ષય કર્યો અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
દેવેન્દ્રોએ કેવલ-મહોત્સવ ઉજવ્યો. ત્યારબાદ પ્રભુના પ્રથમ પ્રવચનમાં ચાર તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક વ્યક્તિ સાધનાપથની પથિક બની ગઈ. એક છત્રપ્રભાવ
તીર્થંકરોના અતિશય પણ અપૂર્વ હોય છે. તેમનો પ્રભાવ તમામ વર્ગો ઉપર એક છત્ર સમાન પડે છે. શ્રીમંત અને ગરીબ સૌ ઉપર તેમનો પ્રભાવ હતો. તત્કાલીન મંડલાધીશ છત્રપતિ રાજાઓ ઉપર પણ તેમનો અદ્ભુત પ્રભાવ હતો. આ અવસર્પિણીના બીજા નારાયણ અર્ધચક્રી વાસુદેવ દ્વિપષ્ટ પણ પ્રભુના પરમ ભક્ત હતા.
ભગવાન વાસુપૂજ્ય જ્યારે અર્ધચક્રીના નગરમાં પધાર્યા, ત્યારે તેમણે વધામણી આપનારને સાડાબાર કરોડ સુવર્ણમુદ્રાઓનું દાન આપ્યું અને સ્વયં રાજકીય સવારી સહિત ભગવાનનાં દર્શન કરવા ગયા. ધર્મની પ્રભાવનામાં તેમનું યોગદાન વિશેષ હતું. બીજા બલદેવ શ્રી વિજયે પણ ભગવાનના શાસનમાં ભાગવતી દીક્ષા લીધી. અન્ય અનેક રાજાગણ પણ પ્રભુનાં ચરણોમાં સાધનાલીન બની ગયો હતો.
તીર્થકરચરિત્ર [ ૯