Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 250
________________ ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ત્યાં ઉપસ્થિત લિચ્છવી, વજી તથા મલ્લી ગણરાજ્યના પ્રમુખોએ નિર્વાણ દિવસ દર વર્ષે ઉજવવાની ઘોષણા કરી. રત્નોનોના ઝગમગાટને બદલે દીવા સળગાવીને પ્રકાશ પાથરવાની વ્યવસ્થા કરવામાં આવી. ભગવાને આજના દિવસે પરમ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, તેથી આસો વદ અમાવાસ્યાને પ્રકાશનું પર્વ, સમૃદ્ધિનું પર્વ માનવામાં આવે છે. ચર્ચા કરી રહેલા ગૌતમ સ્વામીને જ્યારે પ્રભુના નિર્વાણની ખબર પડી ત્યારે તેઓ તત્કાળ પાછા ફર્યા. ભગવાનના નિઃસંદ શરીરને જોઈને તેઓ મોહાકુલ બન્યા અને મૂચ્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે શરૂઆતમાં તો તેમણે વિલાપ કર્યો, પરંતુ તત્કાળ ભગવાનની વીતરાગતા વિષે વિચાર કરવા લાગ્યા. ચિંતનના ઊંડાણમાં પહોંચીને પોતે રાગમુક્ત બની ગયા. ક્ષપક શ્રેણી લઈને તેમણે કેવલત્વ પ્રાપ્ત કર્યું. ભગવાનનું નિર્વાણ અને ગૌતમ સ્વામીની સર્વજ્ઞતા અમાવાસ્યાના દિવસે જ થયાં હતાં. તેથી આસોની અમાવાસ્યાનો દિવસ જૈનો માટે ઐતિહાસિક પર્વ બની રહ્યો. શરીરના સંસ્કાર દેવો, ઈદ્રો તથા હજારો લોકોએ ભેગા મળીને ભગવાનના શરીરના અગ્નિસંસ્કાર કર્યો. સુસજ્જ સુખપાલિકામાં પ્રભુના શરીરને અવસ્થિત કર્યું. નિર્ધારિત રાજમાર્ગ ઉપરથી પ્રભુના શરીરને લઈ જવામાં આવ્યું. પાવા નરેશ હસ્તિપાલ વિશેષ વ્યવસ્થામાં જોડાયા હતા. પોતાના પ્રાંગણમાં ભગવાનના નિર્વાણને કારણે અત્યધિક પ્રસન્ન પણ હતા. તો વિરહની વ્યથાથી ગંભીર પણ હતા. બહારથી પધારેલા અતિથિઓની સમુચિત વ્યવસ્થા તથા ભગવાનના અગ્નિસંસ્કારની સઘળી વ્યવસ્થાનું કેન્દ્ર રાજા હસ્તિપાલ જ હતા. દેવગણ પોતપોતાની વ્યવસ્થામાં હતો. અગ્નિસંસ્કાર પછી લોકો ભગવાનના ઉપદેશનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘેર પાછા વળ્યા. ભગવાનનું નિર્વાણ થયું ત્યારે ચોથા આરાનાં ત્રણ વર્ષ, સાડા આઠ મહિના બાકી હતાં. તીર્થ વિષે પ્રશ્ન ગૌતમ સ્વામીએ એક વખત ભગવાનને પૂછ્યું હતું, “ભગવાન ! આપનું આ તીર્થ ક્યાં સુધી ટકી રહેશે?” ભગવાને કહ્યું હતું, “મારું આ તીર્થ એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. અનેક અનેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તેમાં વિશેષ સાધના કરીને આત્મકલ્યાણ પામશે, એકાભવતારી બનશે.” ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે પાંચમા આરાના અંતમાં દુપ્રસહ નામના સાધુ, ફલ્ગશ્રી નામની સાધ્વી, નાગિલ નામનો શ્રાવક તથા સત્યશ્રી નામની તીર્થકરચરિત્ર | ૨૩૨

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268