________________
ઋગ્વદમાં ભગવાન ઋષભને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક તેમજ દુઃખોના નાશ કરનારા કહ્યા છે. વેદના મંત્રો, પુરાણો તેમજ ઉપનિષદોમાં તેમનો ભરપૂર ઉલ્લેખ થયેલો છે. તે દેશનું નામ પણ ભરત ચક્રવર્તીના નામથી જ પ્રસિદ્ધ થયું છે. આ વિવેચન માકડેય પુરાણ, કૂર્મ પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ મહાપુરાણ, વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં મળે છે. ભારતના આદિ સમ્રાટોમાં નાભિપુત્ર ઋષભ અને ઋષભ પુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. તેઓ વ્રતપાલનમાં દઢ હતા. તેઓ જ નિગ્રંથ તીર્થકર ઋષભ, જૈનોના આપ્તદેવ હતા. ધમ્મપદમાં ઋષભને સર્વશ્રેષ્ઠ વીર કહ્યા છે. નિર્વાણ
સર્વજ્ઞતા બાદ ભગવાનનો જનપદ વિહાર ખૂબ લાંબો થયો હતો. ક્યાં અયોધ્યા અને ક્યાં વહેલી ! ક્યાં યૂનાન અને ક્યાં સ્વર્ણભૂમિ ! અનાર્ય ગણાતી ભૂમિકાનો પણ ઘણો ભાગ ભગવાનનાં ચરણોથી ધૃષ્ટ થયો હતો. લાખો સરલ આત્મજ્ઞ વ્યક્તિઓ ભગવાનના શરણમાં આવીને કલ્યાણના પથ ઉપર અગ્રેસર બની હતી.
ભગવાન પોતાના જીવનના અવસાનને નજીક નિહાળીને દશહજાર સાધુઓ સાથે અષ્ટાપદ પર્વત (કલાસ) ઉપર ચડ્યા. અવસર્પિણીના ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જ્યારે બાકી હતા ત્યારે છ દિવસના અનશન (નિરાહાર) તપમાં અયોગી અવસ્થા પામીને, બાકીનાં અધાતી કર્મોનો ક્ષય કરીને તેઓ પરિનિર્વાણ પ્રાપ્ત કરી ગયા. ભગવાન ઋષભે પર્યકાસનમાં સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. ભગવાનના નિર્વાણનો દિવસ પોષવદ તેરસનો હતો. ભગવાનનું સમગ્ર આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. પ્રભુનો પરિવાર
ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ચાર હજાર શિષ્યો તેની સાથે હતા, પરંતુ પ્રભુની મૌન તેમજ કઠોર સાધનાની અજાણકારીને કારણે સૌ વેરવિખેર થઈ ગયા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમનો ઘાર્મિક પરિવાર પુનઃ વિકસતો ગયો. તેમના પરિવારમાં ૮૪ હજાર શ્રમણોનું હોવું એ જ અદ્ભુત ધર્મક્રાંતિનું પરિણામ હતું. તેમની વ્યવસ્થા માટે ભગવાને ૮૪ ગણ બનાવ્યા. પ્રત્યેક ગણનો એક એક મુખી નક્કી કર્યો, જેને ગણધર કહેવામાં આવ્યો. ભગવાનના પ્રથમ ગણધર ઋષભસેન હતા. ગણઘર
- ૮૪ કેવલજ્ઞાની
- ૨૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની - ૧૨,૭૫૦ અવધિજ્ઞાની
- ૯,૦૦૦
તીર્થકરચરિત્ર | ૪૦