________________
જન્મ
સુદીર્ઘ દેવાયુ ભોગવીને શૌરીપુર નગરના સમ્રાટ સમુદ્રવિજયના રાજપ્રાસાદમાં પધાર્યા. સ્વનામ ધન્યા શિવારાણીની કૂખે અવતર્યા. મહારાણી શિવાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ કાળગણના તથા સ્વપ્નશાસ્ત્રના આધારે તેઓ તીર્થકર થશે તેવી ભવિષ્યવાણી ઉચ્ચારી. સર્વત્ર હર્ષ છવાઈ ગયો.
ગર્ભકાળ સમાપ્ત થતાં શ્રાવણ સુદ પાંચમની મધ્યરાત્રે શુભવેળાએ ભગવાનનો જન્મ થયો. દેવેન્દ્રોએ ઉત્સવ ઉજવ્યો. મહારાણી શિવા પુત્રપ્રાપ્તિથી પોતાને કૃતકૃત્ય સમજવા લાગ્યાં. રાજ સમુદ્રવિજયે પોતાના દિશ ભાઈઓ સહિત પુત્રનો અપૂર્વ જન્મોત્સવ ઉજવ્યો. સૌના દયમાં ઉલ્લાસ તથા ઉમંગ હતા.
નામકરણના દિવસે મહારાણી શિવા શ્યામ કાંતિવાળા નવજાત શિશુને લઈને આયોજનમાં પધાર્યા. લોકોએ બાળકને નિહાળ્યો, આશીર્વાદ આપ્યા. નામની ચર્ચા વખતે સમુદ્રવિજયે કહ્યું, “બાળકના ગર્ભમાં આવ્યા પછી તમામ પ્રકારનાં અનિષ્ટોથી રાજ્ય દૂર રહ્યું છે. તેની માતાને અરિષ્ટ રત્નમય ચક્ર (નેમિ)નું સ્વપ્ન આવ્યું હતું. તેથી બાળકનું નામ અરિષ્ટનેમિ રાખવું જોઈએ.” ઉપસ્થિત સૌએ તેનું તે જ નામ રાખ્યું. હરિવંશની ઉત્પત્તિ
અરિષ્ટનેમિના પિતા મહારાજ સમુદ્રવિજય હરિવંશીય પ્રતાપી રાજા હતા. હરિવંશની ઉત્પત્તિ પણ વિચિત્ર સંજોગોમાં થયેલી.
દશમા તીર્થંકર શીતલનાથના શાસનકાળમાં વત્સદેશની રાજધાની કૌશાંબી નગરીમાં સુમુહ નામનો રાજા હતો. એ જ નગરીના વીરક નામના યુવકની પત્ની વનમાલા પ્રત્યે રાજા મોહિત થઈ ગયો અને તેને પ્રચ્છન્ન રીતે પોતાની પાસે રાખી લીધી. ક્રમશઃ વનમાલા પરમપ્રિયા મહારાણી બની ગઈ. આ તરફ પત્નીના વિરહમાં વીરક અર્ધવિક્ષિપ્ત જેવો થઈ ગયો. થોડાક સમય પછી તે બાળતપસ્વી બન્યો.
એક વખત રાજા સુમુહ વનમાલા સાથે વનવિહાર માટે ગયા. ફરતાં ફરતાં તેમની દષ્ટિ વીરક ઉપર પડી. તેની દયનીય સ્થિતિ જોઈને રાજાને પોતાના કૃત્ય ઉપર ભારે ખેદ થયો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. મેં આ બહુ જ ખોટું કામ કર્યું. મારા દોષને કારણે વીરકની આવી સ્થિતિ થઈ છે. ઓહ ! તે કેટલું બધું કષ્ટ વેઠી રહ્યો છે ! વનમાલાને પણ પશ્ચાત્તાપ થયો. આવાં સરળ પરિણામોમાં બંનેના મનુષ્ય-આયુનો બંધ થયો. એ જ ક્ષણે તેમના ઉપર વીજળી પડી અને તેમનો પ્રાણાંત થયો. તેઓ યૌગલિક ભૂમિ હરિવાસમાં
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૪૫