________________
પૂજ્ય ગુરૂદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સાધુઓનાં માબાપ લેખાવ્યાં છે એટલે હું તમારું અપમાન નહિ કરું, પણ હવે કદી આવું ન કરશે. આમાં જૈનધમ અને જૈન સાધુજીવન બનેનું ઘોર અપમાન છે. જેનધર્મ તે વીતરાગ તીર્થકર કેવળજ્ઞાનીને ધર્મ છે. તેથી તે સર્વાંગસંપૂર્ણ અને વિશ્વધર્મ છે. આથી જ સાધુ-સાધ્વીઓને માત્ર સર્વે માનનાં જ નહીં, બલ્ક પ્રાણીમાત્રનાં માબાપ
મસ્તભ કહ્યાં છે. એટલે ધર્મમાં કઈ વિકાર પેસે તો તેને દૂર કરવાનું કામ સર્વ પ્રથમ તકે તેમનું છે. એ જાહેર સભામાં સમાજકારણ અને રાજકારણની વાતો જરૂર થાત, પણ મારે તેમાં ધર્મનો પુટ આપવાનું રહેત. જૈન-જૈનેતર તથા સર્વ ક્ષેત્રોમાં જૈનધર્મનું ઊંડાણું રજૂ કરવાનો આવો મેકે આ પણાથી કેમ ગુમાવાય અને તમે તે શાસન-ઉદ્ધારક પૂ. અજરામરજી સ્વામી, લીંબડી મોટા ઉપાશ્રયના શ્રાવક છે. એટલે જાણે જ છે કે ગુજરાતભરમાં આ સંપ્રદાયના સ્થાપકે વિદ્યાભ્યાસને માટે સુરતમાં શ્રી પૂજ્ય (ગોરજી) પાસે જવામાં પણ ન્હાનમ નો'તી માની. તેથી જ આજે આ સ્થાનકવાસી જૈન ફિરકામાં પંડિત, વિદ્વાન અને તેમાંય ઉદાર સાધુ-સાધ્વીઓ વિશેષ પાડ્યાં છે.”
શ્રાવકજી સરળ હતા. તેઓ પોતાની ભૂલ તરત સમજી ગયા, માફી પણ માગી લીધી. ધર્મક્રાંતિનું બીજ આ રીતે માત્ર પિતામાં જ નહીં, પણ કચ્છના સારાયે સમાજમાં તેમણે રોપી દીધું. આ વિરલ પ્રસંગથી આખો સંઘ નવદીક્ષિત મુનિથી પ્રભાવિત થઈ ગયો.
એવો જ બીજો પ્રસંગ માંડવી પછી થયેલા જામનગર ચોમાસામાં બની ગયા. ભગવાન મહાવીરનું નિવારણ દિવાળીના દિવસે થયું હોઈ જેને માટે તે પર્વ અતિ પુનિત છે જ. સામાન્ય રીતે આ પ્રસંગે અમુક શાસ્ત્ર અને અમુક પ્રકારના સ્તવન જ સ્થાનકવાસી સમાજમાં બોલાય છે, પણ તે પ્રસંગે મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સ્વરચિત કાવ્ય છેલ્યા:--
પર્વ દિવાળી પ્રભુગુણ ગાવા, પાપ-સમૂહ સમા રે” એક તે રાગ-રાગિણીના પારંગત, વળી મધુરકંઠ, પછી શી મણ રહે? વળી તે પર મનોહર પ્રવચન આપી દીધું. વ્યાખ્યાન હલ શ્રેતાઓથી ઊભરાઈ ગયો હતો. ટાંકણી પડે તો ય તે અવાજ સંભળાય તેટલી શાંતિ હતી. જુવાન વય, ભવ્ય લલાટ, મેહક મુખાકૃતિ, સ્વરચિત કાવ્ય, સરળ સચોટ વકતૃત્વ, શાસ્ત્રીય સંગીત અને કંઠની હલક સાથે અનુરૂપ અભિનય કળા! આ બધું શ્રેતાજને માટે એટલું મહાન આકર્ષક હતું કે ન પૂછો વાત !
ત્યાં એક શ્રાવકજી બોલ્યા- “હે મહારાજશ્રી ! સાધુને આ રીતે ગાવું કપે ખરું?” શ્રેતાઓ ન રહી શક્યા. તેમણે જ જવાબ આપી દીધે-“શું ક૯પે અને શું ન કલપે, તે તમારા અને અમારા કરતાં મુનિવર પોતે જ વધુ સમજે છે. આપણાથી આવું ન પૂછાય, સમજયા !” તે શ્રાવકને પણ એટલું તે સ્પષ્ટ સમજાયું કે, “મને જે વાજબી શંકા હતી તે મારે એકાંતમાં જઈ મુનિવર પાસે પૂછવી જોઈતી હતી. પણ આમાં વાજબી શંકા કરતાં હું કાંઈક જાણું છું અથવા મને ધમીશ્રાવક તરીકે વધુ અધિકાર છે, તે જાતનું અભિમાન મુખ્ય હતું.” તે ભાઇ ભેઠા પડ્યા અને દિલગીરી દર્શાવી, પણ મુનિ નાનચંદ્રજીએ તે શ્રોતાઓને સાફ જણાવ્યું-“પ્રામાણિક શંકા જાહેરમાં પણ કરવામાં વાંધો નથી, માત્ર જિજ્ઞાસા હોવી જોઈએ અને તે શ્રાવક ભાઈને કહ્યું-“જૈનધર્મ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીઓને માટે હમેશાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ કહેવાનું કહેવાયું છે. ભગવાન મહાવીર સંસ્કૃત ભાષા નો'તા જાણતા એમ નહીં, પણ સર્વલોકગમ્ય અને તેમાંય નાસ્તિકગમ્ય રીતે કહેવા ખાતર પ્રાદેશિક ભાષા (લેકભાષા) માં ઊંચામાં ઊંચું જ્ઞાન આપ્યું. એ પરંપરાને લીધે જ આચાર્યોએ કાવ્ય અને રાસ રચ્યા છે. હા, માત્ર મનોરંજનને મધ્યમાં રાખી ન કહેવાય, પણ સિદ્ધાંતમય અ ચરણને મધ્યમાં રાખી, સવભોગ્ય ઢબે કહી શકાય અને તે તે સારું જ છે. આપ વિચારજે.”
આમ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ધર્મકાંતિનાં બીજ રોપાયાં સામાન્ય રીતે લીંબડી મોટા સંપ્રદાયના ક્ષેત્રે ઝાલાવાડમાં છે. છતાં સૌરાષ્ટ્ર ગુજરાતના બાકીના ભાગમાં મુનિશ્રી નાનચંદ્રજીએ ધર્મકાંતિની દિશામાં લીંબડી સંપ્રદાયને કે વગાડ અને મુનિમાંથી સ્વાભાવિક રીતે મહામુનિ બની ગયા.
તે સમયે લીંબડી છ કોટી સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂ. નાગજી સ્વામી સમયસૂચક, વ્યવહારકુશળ અને મધુર પદ્યમય શૈલીના વકતા તરીકે જાણીતા થયેલા અને ત્રીજા ૫. મહા. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિદ્વાન અને શતાવધાની
જીવન ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org