Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 294
________________ 264 લાફિંગ મેન સાથે છે, પણ હું ઊર્યો છું ગરીબમાં. અરે, આ આખી સમાજરચના બેટી છે. એક દિવસે સાચી સમાજરચના અસ્તિત્વમાં આવશે. તે વખતે કઈ ઉમરાવો નહિ હોય, પણ બધા જ સ્વતંત્ર માણસ હશે. કેઈ માલિકે નહિ હોય, પણ બધા પિતાઓ હશે. કયાંય અજ્ઞાન, કંગાલિયત, ભૂખમરો, ગુને, વેશ્યાવૃત્તિ નહિ હોય; કારણ કે, હજુરિયા, દાસ, દાસી, રાજા, ઉમરાવ કઈ નહિ હેયબધે માત્ર પ્રકાશ હશે, કયાંય અંધારું નહિ હેય.” તે વખતે ઘૂંટણિયે પડીને લખે જતા કારકુને તરફ નજર પડતાં, તેમને સંબોધીને તે બોલી ઊઠ્યો : “અરે. તમે આ રીતે શા માટે લખે છે ? ઊભા થાઓ. લખવા માટે એ રીતે ન બેસવું જોઈએ. તમે પણ માણસ છો; ઉમરાવો પણ માણસે છે. તેમની સમક્ષ તમારે શા માટે હીન દેખાવું જોઈએ ?" તરત જ ઉમરાવોએ હવે તુચ્છકાર - અને તિરસ્કાર - દર્શક બુમરાણ શરૂ કર્યું - “બ્રેવો ! હુરરા-આ !" “બસ કર ! બસ કર !" “આગળ ચલાવ! આગળ ચલાવ!” “વાહ, જાનવર છૂટું થઈને માણસે વચ્ચે આવીને ભાષણ કરી જાય, તે જમાને આવ્યો છે ને !" “અરે, આ શાણું ગધેડાને સાંભળે !" ““લેડ ચાન્સેલર, આ બેઠક મુલતવી રાખો !" ઈ, ઈવ, ઇ . ચાર જુવાન ઉમરાવો - હાઈડ, મસ ટરટન ઇંટન અને મોન્ટેગ્યુ - ખાસ બુમરાણ મચાવી રહ્યા હતા, તેઓ પોતે જ હસવામાંથી લગભગ ખસવા ઉપર જ આવી ગયા હતા. હાઈડ (અલ ઓફ રોચેસ્ટર ) બેલ્યો, “તારી બેડમાં પાછો ચાલ્યો જા, શ્વિનપ્લેઈન !" મસ ટાટન (અલ ઓફ થાનેટ) બોલ્યો, “મારે સાલાને, મારે બદમાશને ! "

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328