Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 316
________________ 284 લાફિંગ મન ગનીમત ! આજે 30 મી એપ્રિલ છે. મને હંમેશાં એપ્રિલ મહિને અવળે પડે છે. તેમાં પાંચમી અને સત્તાવીસમી એ બે તારીખે જ સારી છે. બાકી ૧૦મી, ૨૦મી, ૨૯મી, અને ૩૦મી એ ચાર દિવસ બહુ કમનસીબ દિવસ છે, એ બાબતની ખાતરી કેટલી બધી વખત મને થઈ છે ? કાલ સવારના તે અમે ગ્રેવુઝ-એન્ડ પહોંચીશું અને કાલ રાતના રેંટરડામ. બસ. પછી આ પડા-પેટી વડે અમે નવેસર પહેલાંની જિંદગી શરૂ કરીશું. આપણે બંને આ પેટી ખેંચીશું, ખરુંને, હેમો ?" હોમોએ પૂછડી સહેજ ટપારીને પોતાની સંમતિ જણાવી. ઉસસે આગળ ચલાવ્યું - “પણ શહેરમાંથી બહાર નીકળ્યા તેમ આ ખેદમાંથી પણ બહાર નીકળી જઈએ તે સારું. હોમ, હજી આપણે સુખી થઈ શકીએ તેમ છીએ. પણ એક જણ નથી એને ઓળો આપણી ઉપર રહેવાને જ. આપણે ચાર હતાં, હવે ત્રણ છીએ. જીવન શું છે ? પિતાનાં પ્રેમ પાત્રોને વિયેગરૂપી શકને પાછળ મૂકેલે ચીલે ! નસીબ પણ આપણું ઉપર કેવાં કેવાં અસહ્ય દુઃખ વરસાવે છે ? અને બુટ્ટા માણસ એકનાં એક રોદણાં રડે ત્યારે લોકે નવાઈ પામે છે. ભલા હેમો, પવન અનુકૂળ છે. એટલે હમણાં જ ગ્રિનવીચ આગળથી આપણે પસાર થઈશું. એટલે કે, છ માઈલ પંથે તો કાપી નાખે. બેટા, ઊંધ્યા કર; ઊંધ્યા કર !" પણ_ દલામાં ડિયાને અવાજ સંભળાયો. વિનપ્લેઈન કાન દઈને સાંભળવા લાગે; અત્યાર સુધી વેઠેલું બધું જાણે એક ક્ષણમાં અલોપ થઈ ગયું. ડિયા બેલતી હતી– તે ચાલ્યા ગયા તે બરાબર હતું. આ દુનિયાને તેમને નહે. માત્ર મારે ઝટપટ તેમની પાસે પહોંચી જવું જોઈએ. બાપુજી, હું માંદી નથી. તમે બેલતા હતા તે બધું મેં સાંભળ્યું છે.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328