Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 317
________________ વાટ જહાજ ઉપર મને હવે સારું લાગે છે. હું ઊંધતી હતી. પણ બાપુજી, હવે હું જલદી સુખી થવાની છું.” “એટલે બેટા, તું શું કહેવા માગે છે ?" “બાપુજી, તમે એ બાબતને શોક ન કરશો.” પછી જાણે શ્વાસ લેવા તે થોભી હોય તેમ ભીને તે બોલવા લાગી. “ગ્વિનપ્લેઈન અહીં નથી. હવે હું ખરેખર આંધળી થઈ મને રાત શું છે તેની ખબર નહોતી. બાપુજી, રાત એટલે ગેરહાજરી. મને હંમેશા ચિંતા રહેતી કે તે ચાલ્યા તો નહિ જાય. તે આ લોકના માણસ નહોતા. અને જુઓ તે તેમના સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એ જ અંત આવવાને હતા. આત્મા તો પંખીની પેઠે જ ઊડી જાય. પણ તેમને ક્યાં શોધી કાઢવા તેની મને ખબર છે. મને રસ્તો શોધવાની કશી ફિકર નથી. બાપુજી, મને બરાબર ખબર છે. થોડા સમય બાદ તો તમે તથા હોમોય ત્યાં આવી પહોંચજે. અમે બંને તમારી રાહ જોઈશું.” હોમોએ પિતાનું નામ બેલાયેલું સાંભળી, પૂંછડી તૂતક ઉપર ધીમેથી પછાડી. બાપુજી, તમે તે સમજી શકશે કે, એક વખત શ્વિનપ્લેઈન અહીંથી ચાલ્યા જાય, એટલે મારે અહીં રહેવું હોય તો પણ રહી શકાય નહિ. કારણ કે, શ્વાસ લેવા તે જોઈએ ને. અને તમે પણ અશક્ય વસ્તુની માગણું ન કરતા. હું વિનપ્લેઈનની સાથે આવી હતી, અને ગ્નિનપ્લેઈન ગયા એટલે હું પણ જાઉં છું. કાં તો તેમણે પાછા આવવું જોઈએ, અથવા મારે જવું જોઈએ. અને બાપુજી, મરવું એમાં અધરું કે મુશ્કેલ કશું નથી. અહીંયાં દીવો બુઝાય ને ત્યાં તરત સળગે. આ પૃથ્વી ઉપર હવે રહેવું એ બહુ દુઃખદ થઈ ગયું છે. અને એવડું મોટું દુઃખ લઈને હંમેશ માટે જીવ્યું જાય નહિ. એટલે હવે જ્યાં તારાઓ છે ત્યાં હું ચાલી જઈશ, ત્યાં અમે

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328