Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 323
________________ હું આવું છું, ડિયા! 291 કાંઈ નહિ, કાંઈ નહિ; હું તમને ચાહું છું.” વિનપ્લેઈન અને ઉસસે તેને સાદડી ઉપર સુવાડી, પણ તે ઊંડેથી બોલીઃ “મારાથી સૂતાં સૂતાં શ્વાસ લેવાતું નથી.' તેઓને તેને બેઠી કરી. ઉસંસે કહ્યું, “એક તકિયે લાવો.” ડિયાએ કહ્યું, “વાહ, શું કરવો છે? વુિનલેઈન છે ને.” અને તેણે પોતાનું માથું ગ્રિનપ્લેઈનના ખભા ઉપર નાખી દીધું, અને બોલી, “અહા, કેવું સારું લાગે છે !" ઉસસે તેનું કાંડું પકડી, તેની નાડ તપાસવા માંડી. ડિયાએ એક નિસાસો નાખી કહ્યું, “મને સમજ પડી ગઈ છે; હું હવે બચવાની નથી.” | શ્વિનપ્લેઈન ભયને માર્યો ફીક પડી ગયો; ઉસસે ડિયાને ટેકે આપ્યો એટલે તે એકદમ ઊભો થઈ ગયો. “હે ! તું શું ચાલી જવાની ? એકદમ ? અત્યારે ? અશક્ય. ઈશ્વર એટલે બધે ફર છે શું ? તને એક હાથે આપીને તરત બીજે હાથે મારી પાસેથી છીનવી લેશે ? જે ઈશ્વર ખરેખર એવું જ કરે, તો મને પછી તેના અસ્તિત્વમાં શ્રદ્ધા જ નહિ રહે. તે પછી આ પૃથ્વી, આ આકાશ, બાળકનું પારણું, માની છાતી, માનવ હૃદય, પ્રેમ અને આ બધા તારાઓ - એ બધે ભ્રમ છે, માયાજાળ છે, ફસામણી છે, છેતરામણી છે ! દગલબાજ ઈશ્વર માણસને એ બધી ચીજો બતાવી ફસાવે જ છે. ડિયા, તારે જીવવું જ જોઈએ. તું તારા વતિની વાત નહિ માને ? હું તારે પતિ, તારે માલિક ફરમાવું છું. અને તું ચાલી જશે, તો હું શું પાછળ રહીશ ? ખરે, એ તે સૂર્ય ચાલ્યા ગયા જેવું થાય. ના, ના, તું મને મૂકીને નહિ ચાલી જઈ શકે. મેં તારે શે અપરાધ કર્યો છે ? તું જે ચાલી

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328