Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 303
________________ અવશેષ ર૭૩ એક પથ્થરની દીવાલ સીધી નદીના કાળા પાણી સુધી ઊતરતી હતી, ત્યાં આવીને તે થો . તેની આંખો શન્ય જેવી હતી, અને તેનું અંતર તેથી વધુ શન્ય જેવું હતું. પણ એ જગા ઢાળવાળી હતી અને ધક્કા સુધી પહોંચતી હતી, ત્યાં આગળ કેટલાંક જહાજે લાંગરેલાં હતાં. કેટલાંક હમણાં જ આવ્યાં હતાં અને કેટલાંક ઊપડવાની તૈયારીમાં હતાં. પણું હજુ તેમના ખલાસીઓ પિતાની ઊંઘ પૂરી કરતા હોઈ, કશી હિલચાલ જણાતી ન હતી. અલબત્ત, તેમાં બેસનારા મુસાફરો તો કક્યારના ઉપર ચડી ગયા હતા. ડ્રિનપ્લેઈનને તેના ભાઈએ તમાચ મારીને પડકાર્યો હતો. તેને એ કશાની પડી ન હતી; અત્યાર સુધી તે બીજી વસ્તુઓ વિનાનો હતો, પણ પ્રેમ તો તેને મબલક મળ્યો હતો. હવે તે પિતાની જીવનદાયિની એ મૂડી તરફ જ પાછો વળવા માગતો હતો. પણ આ બધાં ક્યાં ગયાં ? તેમનું શું થયું ? તેમનું શું થયું હશે તેની તે ભલભલી કલ્પનાઓ કરવા લાગ્યો. તે બધાને ક્યાંક ઉપાડી જવામાં આવ્યાં છે કે હાંકી કાઢવામાં આવ્યાં છે, એ નક્કી હતું. બાકિંલફેએ તેને કહેલા શબ્દો યાદ આવ્યાઃ એક બારણું બંધ થયા વિના બીજું બારણું ઊઘડતું નથી. અર્થાત, તેને જે ઉચ્ચ સ્થાને લઈ જવામાં આવ્યો હતો, ત્યાંથી તે આ લેકેને સંપર્ક ફરી કદી સાધી ન શકે, એવી પેરવી તો જાણી જોઈને નહિ કરવામાં આવી હોય ? જરૂર, એમ જ થયું હશે. તેને ઊંચે લઈ જવા માટે આ બધાંને છુંદી નાખવામાં આવ્યાં હતાં. અને જેમ જેમ તેને પિતાની ઉન્નતિ આ લોકોને ભોગે સાધવામાં આવી હતી એ વિચાર આવવા લાગ્યો, તેમ તેમ તેને કમકમાં આવવા લાગ્યાં. 18

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328