Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 319
________________ હું આવું છું, ડિયા ! “બાપુજી, તમારી ભૂલ થાય છે. હું બીમાર નથી કે લવારીએ ચડી નથી. તમે બોલો છો તે બધું મને સંભળાય છે અને સમજાય છે. વિનપ્લેઈન હવે નથી; છતાં તમારી સાથે આવું છું અને ખેલમાં પણ ઊતરીશ. પણ તે હવે અહીં નથી, એટલે બધું કેટલું અંધારું થઈ ગયેલું લાગે છે ?" અંધારું ?" ઉર્સસ થવાને બોલ્યો; “પહેલી વાર આણે એ શબ્દ વાપર્યો !" | વિનપ્લેઈન હવે ધીમે પગલે એ પેટીમાં દાખલ થયે. તેણે પિતાનાં નવાં કપડાં ઉતારી નાખ્યાં અને અંદર ખીંટી ઉપર લટકાવી રાખેલાં પિતાનાં જૂનાં કપડાં પહેરી લીધાં, અને પાછે તે પિતાની સંતાવાની જગાએ આવી ઊભો રહ્યો. . ડિયા હવે “અંધાધૂધી ઉપર વિજય' એ ખેલમાં પિતાને બોલવાનું ગાયન ગાવા લાગી, પણ પછી જ્યારે વિનપ્લેઈનના માથા ઉપર હાથ મૂકવાને આવ્યો, ત્યારે ખુલ્લી જગામાં હાથ ફેલાવતી રડી પડી. તરત જ ગ્વિનપ્લેઈન દેશે અને તેના હાથ નીચે માથું રાખી બેસી ગયો. ઉર્સસ તેને જોઈ જડસડ થઈ ગયો. હું ફરી કદી એમને અવાજ સાંભળી શકવાની નથી.” ડિયા બેલી.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328