Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 313
________________ વૈચાટ જહાજ ઉપર 281 વરુએ પાછા વળીને વિનપ્લેઈન છે કે નહિ તેની ખાતરી કરી લીધી અને પછી એ ધકકાના લક્કડકામ ઉપર ઠેકડો મારીને ચાલવા માંડયું. એ ધક્કાના છેડા આગળ એક જહાજ મુસાફરીએ ઊપડવા તૈયાર ઊભેલું હતું. તેના ડામર પડેલા અગ્ર ભાગ ઉપર ધોળા અક્ષરમાં " વોગ્રાટ, રોટરડામ' એ શબ્દો સ્પષ્ટ વંચાતા હતા. એક જ ફલંગ મારી હેમો અને 4િનપ્લેઈન એ જહાજ ઉપર ચડી ગયા. તૂતકનો એ પાછલો ભાગ હતો. તૂતક ઉપર કોઈ ન હતું. જે થોડાક મુસાફરો હતા તે બધા તૂતક નીચેની કેબિનમાં પેસી ગયા હતા, કારણ કે જહાજ ઊપડવાની તૈયારી હતી. અને હવે સવાર થયા વિના તેઓ તૂતક ઉપર નીકળવાના ન હતા. ખલાસીઓ તેમની નાની કૅબિનમાં બેસી વાળું પતાવતા હતા. તેથી બંને તૂતકે ઉપર શાંતિ હતી. હવે પિલી ફાનસવાળી જગા વિનપ્લેઈનને સ્પષ્ટ દેખાવા લાગી. તે ઉર્સસની જૂની પિડાં-પેટી હતી - ખખળી ગયેલી, કટાઈ ગયેલી ! વિનપ્લેઈન બહુ નાનો હતો ત્યારે તે એ પેટીમાં આશરે પામ્યો હતો. બીજે કઈ હોય તે પિતાનું સુખ, પિતાને પ્રેમ, પિતાનું જીવન પાછાં મેળવે ત્યારે તરત જંગલીપણે તેના તરફ દોડી જાય અને તેના ઉપર પડતું મૂકે. પણ શ્વિનઈને તેમ ન કર્યું. તેને બીક લાગી કે, રખેને હોઠે આવેલે સુખને હાલે પોતાની કમનસીબીથી ઢોળાઈ જાય ! એટલે તે એ પેટીની બહાર છે, અને હોમો પિતાની સાંકળ આગળ જઈને બેસી ગયે. પેલી પૈડાં-પેટીમાં કોઈ ન હતું. પણ તેની પાછળ તૂતક ઉપર પાથરેલી સાદડી ઊપર કઈ સૂતેલું હોય એમ લાગતું હતું. અને ત્યાં કઈ ફરતું હોય એવો ઓળો દેખાતો હતે.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328