Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 307
________________ અવશેષ 277 ગાદીત્યાગ જ કરવો પડે ને ? રાજાઓ અને ઉમરાવો તરીકે તેમને જીવવું હોય તે તેમણે બીજી બધી બાબતો પ્રત્યે આંધળા-બહેરા જ થવું રહ્યું. જેને વધારે પડતું ખાનપાન મળે છે, તેની નજર સામે ભૂખમરાથી મરતા લેક હોય જ નહિ. નસીબવાન લેકેએ પિતાનાથી બહારની દુનિયા પ્રત્યે દુર્લક્ષ જ કરવું રહ્યું. તેમના સ્વર્ગના ઉમરા ઉપર તેમ જ નરકને ઊમરા ઉપર આ લેખ જ કોતર જોઈ એ –“બધી આશાઓ પાછળ મૂકે !" સમાજે શરૂઆતમાં જ પોતાની ત્રણ બક્ષિસ તેની આગળ સીધી ધરી દીધી હતી H લગ્ન, કુટુંબ, જ્ઞાતિ. લગ્નમાં તેણે શું જોયું ? વેશ્યાવૃત્તિ. કુટુંબમાં તેણે શું જોયું ? તેના ભાઈ એ તેના મેં ઉપર તમારા મારીને બીજે દિવસે તરવાર સાથે એકબીજાનું ગળું કાપવા નેતર્યો હતો. અને જ્ઞાતિ ? એ જ્ઞાતિએ તેને હમણાં જ હસી કાઢયા હત –ખરાબમાં ખરાબ બહિષ્કાર ! સમાજમાં તે દાખલ થવા ગયો તે પહેલાં તે તે તિરસ્કૃત થયે, અને એની ત્રણ બક્ષિસ તેના પગ નીચેની ધરતીની ત્રણ કારમી ફાટો બની રહી. બધું જ તેની આસપાસ ભાંગીને ભૂકે થવા લાગ્યું હતું. અને તે બધાનું પ્રયોજન પણ હવે શું રહ્યું હતું ? માત્ર હતાશા-નિરાશાતિરસ્કાર. વિનપ્લેઈન પિતાનાં બધાં સારાં પાનાં એક પછી એક ઊતરી ચૂક્યો હતો. જેસિયાના ઉપર તે ડિયા ખેલ્યો, અને તેને એક રાક્ષસી હાથ આવી. કુટુંબના પાન ઉપર તે ઉર્સસને ખેલ્યો, અને અપમાન તેને “હાથ” આવ્યું. ગ્રીન-બૅક્સના રંગ-મંચને તે ઉમરાવ-સભાના પાન ઉપર છે, અને તેને સ્વીકાર પછી ધૂત્કાર હાથ આવ્યા. હમણાં જ તેનું છેલ્લું પાન પેલા નિજન ઉજ્જડ બનેલા મેદાન ઉપર તે ખેલી ચૂકયો હતો. તે હારી ગયા હતા અને હવે તેણે દાવનાં નાણાં ચૂકવવાનું જ બાકી રહેતું હતું.

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328