Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 327
________________ વિકટર હ્યુગે વિશ્વસાહિત્યમાં ક્રાંસનું નામ રોશન કરનાર યુગોનો જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ. સ. ૧૮૦૨માં થયો હતો. તે વખતે નેલિયન બોનાપાર્ટીની સરદારી નીચે, કાંસનો વિજય ટંકે, યુરોપ અને આ ક્રિામાં વાગતો હતો. - તેના પિતા, ક્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા. નેપોલિયનના પતન સાથે પિતા અટકાયતમાં ગયા, અને ૧૮૨૧માં માતાનું મૃત્યુ થયું. આથી સૂગ એકદમ નિર્ધન સ્થિતિમાં મુકાઈ ગયો. આ સમયે મહિનાઓ સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખનપ્રવૃત્તિ કરી. - ૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે કાંતિકારી વિચારે ધરાવનાર સાહિત્યકારોની કલબ સ્થપાઈ, તેનો ઈંગો નેતા બન્યો. તેણે ઘોષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગતિવંત રાખવી જોઈએ. કળાનું લક્ષ્ય સૌદર્ય નહિ પણ જીવન હોય. | તેની લોકપ્રિયતા અપ્રતિમ હતી. તેના એંસીમા જન્મદિવસે લાખો નાગરિકોએ તેને હર્ષનાદોથી વધાવી લીધે. ઘગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. કાંસનો તે શ્રેષ્ઠ કવિ છે અને નાટયકાર પણ છે. તેનું મૃત્યુ ઈ. સ. 1885 માં થયું. મરી મંદિર IH.અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 325 326 327 328