Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 324
________________ 292 લાફિંગ મૅન જઈશ, તો હું મરણિયો થઈ જઈશ, બદમાશ થઈ જઈશ, પાગલ થઈ જઈશ. બંને હાથ જોડીને હું વિનંતી કરું છું કે, તું ન જઈશ.” વહાલા ગ્નિનપ્લેઈન, એ મારા હાથની વાત રહી લાગતી નથી.” ડિયા, ડિયા, તું મારી વાત સાંભળ. તારા વિના મારું કઈ જ નથી. હું ક્યાં ક્યાં જઈ આવ્યો ને શું શું જોઈ આવ્યો તેની તને કલ્પના નથી. થોડા કલાકમાં જાણે મેં કેટલી જિંદગી પૂરી કરી નાખી. પણ એ બધા અનુભવે એક જ વસ્તુ હું શીખી લાવ્યો છું કે, એ બધું પિકળ છે, મિશ્યા છે. અને તું પણ આ જીવનમાં ન રહે, તો પછી મારે માટે આખા વિશ્વને કશે અર્થ નહિ રહે. મારી ઉપર દયા લાવ. તું મને ચાહે છે, તે મારે માટે જીવતી રહે. ડિયા, મેં તારો કશો અપરાધ કર્યો નથી.” - ડિયાને અવાજ હવે ક્ષીણ થતો જતો હતો. તેનાથી એક એક અક્ષર મહાપરાણે બોલી શકાતે હતે. છતાં તે બોલી, “ગ્વિનપ્લેઈન, આપણે કેવાં સુખી હતાં ! મને, તમારી અંધ ડિયાને યાદ કરજો. જલદી ભૂલી ન જતા. હું જઈશ તો પણ દર રાતે તમે સૂતા હશે ત્યારે તમારે ઓશીકે ગમે ત્યાંથી આવી પહોંચીશ. બધું હવે પૂરું થયું. હું જાઉં છું, પહેલી જાઉં છું એટલું જ, અહા, બાપુજી ઉસ, તથા ભાઈ હોમો કેવા સારા છે ! તમે પણ ઘણું સારા છે. પણ અહીં હવા કેમ નથી ? મારાથી શ્વાસ કેમ લેવા નથી ? આપણે પૈડા-પેટીમાં આપણે કેટલાં બધાં સુખી હતાં ! હજુ આપણાથી વધુ ભેગાં નહિ રહેવાય ? અરેરે, પણ તમે મને ભૂલી ન જતા, પ્રિય !" તેના કંઠમાંથી હવે ભાગ્યે શબ્દ નીકળી શકતો હતો. છતાં પરાણે તે બેલી, “તમે મને ભૂલી જશો? તમે ભૂલી જશે તે હું મરી ગઈ હોઈશ તે પણ દુઃખી થઈશ. તમારા બધાની ક્ષમા માગું

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328