Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 325
________________ હું આવું છું, ડિયા! 293 છું. ઈશ્વરે જો ઈછયું હોત તો હજુ આપણો સૌ ભેગાં રહી શક્યાં હેત. આપણે તેના વિશ્વમાં કેટલીક જગા રોકવાનાં હતાં ? બીજા દેશમાં જઈ આપણે ખેલ કરત, અને આજીવિકા મેળવત. પરંતુ ઈશ્વરની મરજી જુદી લાગે છે. મને પણ ખબર નથી પડતી કે શાથી મારે મરવું પડે છે. મેં કદી મારા અંધાપાની ફરિયાદ કરી નથી. તથા મેં કોઈને કશે અપરાધ કર્યો નથી. આંધળી આંધળી પણ મને તમારી સાથે જીવવા દીધી હોત તો હું રાજી રહેત મારે વધુ કશું જોઈતુ નથી. પણ હું જાઉં છું. મારે જવું પડે છે. મને યાદ કરજો, વિનપ્લેઈન, કહો કે ખૂબ યાદ કરશે ! હું મરી જઈશ તો પણ મારે એટલું તે જોઈશે !" થોડી વાર થંભીને તે પાછી બોલી, " તમે પણ બને તેટલા જલદી ત્યાં મારી પાસે આવી પહોંચજો. તમારા વિના ત્યાં જવાનું મને નથી ગમતું. મને ત્યાં વધારે વખત એકલી ન રહેવા દેશો. અરે, ગ્નિનપ્લેઈન ! મારા પ્રિયતમ ! મારે શ્વાસ રૂંધાય છે, એહ !' “દયા, દયા !" વિનપ્લેઈન કોણ જાણે કોને કરગર્યો. વિદાય ! આવજો !" ડિયા ગણગણું. અચાનક ડિયા પિતાની કોણી ઉપર ઊંચી થઈ અને આંખે ઉપર હાથ ફેરવી મધુર સ્મિત સાથે બોલી, “વાહ, પ્રકાશ ! પ્રકાશ ! મને હવે દેખાય છે !" અને તે જ ક્ષણે તે પ્રાણરહિત થઈને ઢળી પડી. મરી ગઈ, " ઉર્સસ બોલ્યો. પછી તેણે ડૂસકાં ખાતાં ખાતાં પિતાનું મેં ડિયાના પગ આગળના ગાઉનમાં દબાવી દીધું; તે લગભગ બેહોશ થઈ ગયે. ગ્વિનપ્લેઈન હવે વિકરાળ બની ગયું. તે ઊભો થયો. તેણે ઊંચે આકાશ તરફ નજર કરી. પછી અંધારામાં કશાકને તે જેતે

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328