Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 301
________________ અવશેષ સેંટ પૅલના ઘડિયાળમાં મધરાતના ટકોરા પડ્યા તે વખતે એક માણસ લંડનબ્રિજ ઓળંગીને સાઉથવર્કમાં દાખલ થયા. ક્યાંય ફાનસો ન હતાં; કારણ કે લંડનમાં પણ પૅરીસની પેઠે અગિયાર વાગ્યે બધા જાહેર દીવા બુઝાવી નાખવામાં આવતા; - જે કે તે વખતે તેમની ખાસ જરૂર હોય ! જે પહેરેગીરોએ એને જતો જો, તેઓએ તેના ઉમરાવ જેવા પહેરવેશ ઉપરથી માની લીધું કે, કોઈ ઉમરાવજાદાએ અંધારામાં એકલા અમુક જગા સુધી પગે ચાલતા જઈ આવવાની હોડ બકી હશે ! એ માણસ વિનપ્લેઈન હતો, અને તે નાસી છૂટયો હતો. તેના મનમાં એક જ ધખણ હતી : ટંડકટર વીશીના આંગણામાં ગ્રીન-બેકસમાં ડિયા, ઉર્સસ અને હોમ પાસે પહોંચી જઈ, ફરીથી સજીવન થવાની ! તેને તેનું ઉમરાવ૫૬ હવે અકારું થઈ ગયું હતું. વીશીએ આવી, તેણે સંભાળપૂર્વક ટકોરો માર્યો. વીશીને નેકર બહુ ચાલાક માણસ હતો, એમ તે જાણતા હતા. ડાક ટકોરાથી તે જાગી જઈ બારણું ઉઘાડશે એમ તે માનતે હતા. અલબત્ત, વીશી બહાર દી આજે સળગતો ન હતો, એથી તેને નવાઈ તે લાગી હતી. હળવા ટકોરે કઈ એ જવાબ ન આપ્યો, એટલે તેણે પછી

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328