Book Title: Laughing Men
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: 

View full book text
Previous | Next

Page 318
________________ 286 લાફિંગ મેન બંને પરણીશું, અને કદી છૂટાં પડીશું નહિ, ત્યાં બસ પ્રેમ કર્યા જ કરો, પ્રેમ કર્યા જ કરો. અને ભલા પરમેશ્વર પણ પ્રેમસ્વરૂપ જ છે ને !" ઘેડું થોભી તેણે આગળ ચલાવ્યું– “ગયે વરસે આ વસંત સમયે આપણે બધાં ભેગાં હતાં અને કેવાં સુખી હતાં ! આ વરસે આપણે લંડન આવ્યાં, અને બધું કેવું બદલાઈ ગયું ? હું તમને લંડન આવવા બદલ ઠપકે નથી આપતી. બાપુજી, તમને યાદ છે કે, એક દિવસ પેલી મોટી ખુરશીમાં એક સ્ત્રી આવી હતી ? તમે કહ્યું હતું કે, તે ડચેસ છે. હું બહુ ખિન્ન થઈ ગઈ હતી. મને લાગ્યું હતું કે આપણે નાનાં શહેરોમાં રહ્યાં હોત તો સારું હતું. પણ બાપુજી, તમે જ કહ્યા કરતા હતા ને કે, બરફ નીચે દટાઈને મરી ગયેલી મારી માની છાતીએથી વછોડી વિનપ્લેઈન મને લઈ આવ્યા હતા. તો હવે તે ગયા ત્યાં જવાની મને બહુ ઉતાવળ આવી છે, એ વાતની તમને નવાઈન લાગવી જોઈએ. પણ બાપુજી, આ બધું હાલતું કેમ લાગે છે! પૈડાં તે ગડગડ થતાં નથી. જાણે કેઈ હાલતા ઘરમાં હું હોઉં એમ લાગે છે.” બેટી, આ તે જહાજ છે. તારે બહુ બોલ બેલ ન કરવું જોઈએ. અને બેટા, તું બહુ ઉશ્કેરાઈને વધુ માંદી ન પડીશ. આ તારા બુઢ્ઢા બાપુ ઉપર દયા રાખ. બેટી, ગ્નિનપ્લેઈન તને ઉપાડી લાવ્યો હતો પણ મેં તને આશરો આપ્યો હતો ને ? એ વાત પણ યાદ રાખજે. તું જે શાંત પડે ને ઊંઘી જાય તે મને બહુ નિરાંત લાગશે. કાલે તો આપણે હેલેંડના રાટરડામ મથકે પહોંચી જશું. પણ બેટી, આ તું શું કરે છે ? તું કેમ ઊભી થવા જાય છે ? તું શાંતિથી સૂઈ રહેને !" વિનપ્લેઈન હવે ગભરાયા, અને તેણે પોતાનું માથું આગળ નમાવ્યું.

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328