________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૮૨
૧૩૭ રાગ હેય છે. અને જ્યારે રાગ ઉપાદેય છે તો આત્મા હેય છે. અજ્ઞાનીને રાગ ઉપાદેય છે, વસ્તુ જે ભગવાન આત્મા તે હેય છે. આ વાત પરમાત્મ પ્રકાશમાં છે. જેને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અનંત સંપદાથી ભર્યો પડ્યો પ્રભુ એ ઉપાદેય છે અથવા તેની સન્મુખ થઈને તેનો આશ્રય કર્યો છે અને આત્મા ઉપાદેય થયો તો રાગ હેય છે. હું અનાદિ અનંત છું તેવો વિકલ્પ પણ હેય છે. આહાહા ! આવો માર્ગ છે.
જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેતા છે, તત્ત્વવેતા એમ કહ્યું છે. તત્ત્વવેદી કહો કે તત્ત્વવેતા કહો. તત્ત્વનો જાણનાર, વેતા અર્થાત્ જ્ઞાયક તત્ત્વનો વાસ્તવિક જાણનાર તે વિકલ્પથી રહિત છે. પાઠમાં તત્ત્વવેદી છે તેનો અર્થ તત્ત્વવેતા કર્યો છે. પાઠમાં દરેક શ્લોકમાં “તત્ત્વવેદી' શબ્દ પડ્યો છે. તેનો અર્થ તત્ત્વવેતા કર્યો છે. તત્ત્વનો જાણનારો. જાણનાર તત્ત્વને જાણવાવાળો. ( જાણનારને) શેય બનાવી જ્ઞાન થયું એ પ્રકારે જાણવાવાળો રાગને અને પર્યાયને શેય બનાવે છે તે તત્ત્વનો જાણવાવાળો નથી. તત્ત્વ એટલે ભગવાન પૂર્ણાનંદનો નાથ, અનંત. અનંત.... અનંત.... શાંતિની સંપદાનો સાગર-દરિયો-સરોવર તેનો વેદી–વેત્તા પક્ષપાતથી રહિત છે.
આહાહા! સાન્ત છે, સાન્ત નથી. તે ચીજ ખોટી નથી. આમ નથી તો શું બીજી ચીજ હશે કોઈ? એમ થાય કે વિકલ્પ ખોટા છે તો શું ચીજ કોઈ બીજી છે? એમ નથી, ચીજ તો એ જ છે. અનાદિ અનંત પૂર્ણાનંદનો નાથ ધ્રુવ સ્વરૂપે ભગવાન ચીજ તો છે જ, પરંતુ તેનો જે વિકલ્પ છે તે છોડવા લાયક છે. વિકલ્પ છૂટયો માટે અંદર કોઈ બીજી ચીજ હશે તેમ નથી. સમજમાં આવ્યું?
કેટલાક મત એમ કહે છે કે- આત્મા સર્વવ્યાપક ચીજ છે. તો એમ નથી. શ્રીમદ્જીનાં અપૂર્વ અવસરમાં એક વાક્ય છે તેનો અર્થ ગોંડલના ભગત હતા તે કરતા હતા. પોતે કાંઈ સમજે નહીં અને પછી આવો (ખોટો) અર્થ કરતા. “દર્શનમોહ વ્યતિત થઈ ઉપજ્યો બોધ જે.” તેનો અર્થ કર્યો- દર્શનમોહ એટલે ગમે તે દર્શન હોય તેનો મોહ છોડી દે! કોઈ પણ દર્શનનો પક્ષપાત નહીં. –આવો અર્થ કરે. ભાઈ ! પક્ષપાત નહીં એનો અર્થ વિકલ્પ નહીં. સમજમાં આવ્યું?
જૈનદર્શન એ તો વસ્તુનું સ્વરૂપ છે. તે કોઈ પક્ષ નથી કે કોઈ કલ્પના નથી. તે કાંઈ એક સમયની દશા નથી.
આત્મા ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ અનાદિ અનંત પ્રભુ છે. અનાદિ અનંત કહ્યું તે કાળની અપેક્ષાએ કહ્યું. બાકી વસ્તુ તો એક સમયમાં આખી પૂર્ણ છે. તે વસ્તુને વેદવાવાળો, તેનો આશ્રય લઈને સન્મુખ થવાવાળો તત્ત્વવેતા છે, શાસ્ત્રવેતા નથી.
તત્ત્વવેદી કહ્યું ને! તત્ત્વવેદીનો અર્થ તત્ત્વવેતા કહ્યું. અર્થાત્ જાણનારો. તેને હવે પક્ષ નથી. વસ્તુ ચિદાનંદ ભગવાન છે, તેનું જ્ઞાન થયું તો હવે પક્ષપાત રહિત થયો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com