________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨
કલશોમૃત ભાગ-૩ આવો બચાવ કરશે તો પ્રભુ તારું હિત નથી. અહીંયા સંતો એવી પ્રરૂપણા કરે છે કેસમ્યગ્દષ્ટિને પણ વ્રત-નિયમથી બંધ થાય છે. ત્યારે તેઓ કહે છે –વ્રત ને તપ કરવાથી ધર્મ થાય છે. એવી પ્રરૂપણા તો મિથ્યાપ્રરૂપણા છે, સમજમાં આવ્યું?
સાધક થયો તેને જ્ઞાનસ્વરૂપનું વેદન પણ છે અને સાથે રાગની ક્રિયા પણ છે. બન્ને ક્રિયા એક સમયમાં છે. તેને બે ધારા છે. જ્ઞાનધારા અને રાગધારા અર્થાત્ કર્મધારા, તેમાં એકધારા મોક્ષનું કારણ છે અને એકધારા બંધનું કારણ છે.
“તો પણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે,”સમ્યગ્દષ્ટિ અનુભવીને આનંદનું સ્વાદિષ્ટપણું છે અને સાથે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-શાસ્ત્ર વાંચન-શ્રવણ આદિના જેટલા શુભભાવ છે તે બંધનું કારણ છે. તેનાથી એકલો બંધ થાય છે. જુઓ! પાઠમાં એમ નથી કહ્યું કે તેનાથી અંશે પણ સંવર ને નિર્જરા થાય છે. આવો માર્ગ ભાઈ !
તેનાથી તો એકલો બંધ થાય છે,” સમ્યગ્દષ્ટિના ભોગની તો વાતે શું કરવી ? એ અશુભભાવ છે તે તો બંધનું કારણ છે જ; પરંતુ આ પંચમહાવ્રત-દયા-દાન-વ્રતપૂજા-ભક્તિ એવા જે ભાવ આવે છે તે એકલા બંધનું કારણ છે. તેનાથી અંશે પણ સંવર- નિર્જરા થતા નથી. આહાહા! સ્વદ્રવ્યના આશ્રયે જેટલી નિર્મળતા પ્રગટ થઈ તેટલો મોક્ષમાર્ગ છે. અને જેટલો પરદ્રવ્યના આશ્રયે ક્રિયાનો ભાવ થયો તે બધનું કારણ છે. આવો મારગ છે બાપુ!
પ્રશ્ન:- અવલંબન શેનું લેવું?
ઉત્તર:- અવલંબન લેવું આત્માનું. પરનું અવલંબન લેવા જશે તો રાગ જ થશે. રાગ થશે તો બંધ પણ થશે. અહીંયા તો આ વાત છે. આ તો વીતરાગ માર્ગ છે ભાઈ ! આહાહા! ચૈતન્ય સહજાનંદ પ્રભુ! તેનો જેટલો આશ્રય લીધો, અવલંબન લીધું તેટલી તો સમ્યગ્દર્શન જ્ઞાનની નિર્મળ પરિણતિ થાય છે. એ તો ખાસ મોક્ષનું કારણ છે. એ સાધકને ચારિત્રની કમજોરીથી પરદ્રવ્યના અવલંબનમાં લક્ષ જાય તો શુભરાગ થાય છે. તે એકલા બંધનું કારણ છે.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને બંધ નથી થતો ને?
ઉત્તર- એ વાત પહેલાં કરીને! એ કઈ અપેક્ષાએ કથન છે? દેષ્ટિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને બંધ થતો નથી તેને પણ અલ્પ રાગ આવે છે; તો અલ્પ સ્થિતિનો બંધ પડે છે; તેને અહીંયા ન ગણતાં. સમ્યગ્દષ્ટિને બંધ નથી તેમ કહેલ છે. વાસ્તવિક રીતે તો જેટલો શુભભાવ છે તેટલો બંધ છે જ, છે..જ છે..જ આવો માર્ગ છે ભાઈ ! આમાં કોઈ બચાવ કરે તો ચાલે એવું નથી.
આહાહા ! સમ્યગ્દષ્ટિને પણ અશુભભાવ તો આવે છે. વિષયનો, કમાવાનો –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com