________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૪
૨૦૯ ગધેડા ઉપર ઊંધો બેસાડી અને ગામમાં ફેરવ્યો... અને પછી કહે-લે ! પણ આ ગધેડાને. યુવાનોએ આવીને બહાર કાઢયો. ખાનદાન માણસ હોય તે તો દેણું કરીને પણ દહેજ આપે.
તેમ અહીં પરમાત્મા કહે છે- તું આત્માના લગ્ન કરવા આવ્યો અને તારે આટલો વિભાવ કરવો. આટલો વિભાવ કરવો. આટલો વિભાવ કરવો... આ શું થયું તને! તારે ગધેડા ઉપર ચઢવું છે? થોડું આમ કરી લઉં.. થોડું આમ કરી લઉં. થોડું આમ કરી લઉં. પછી કરીશ. અહીં કહે છે–ધૂળમાંય નહીં થાય. મફતનો મરી જઈશ.
આહા! હું થોડું આટલું ફરી લઉં પછી વાત પછી વાત પછી વાત તે પાછળ પાછળ જ રહેશે અને તે પહેલા પહેલા નહીં થાય. તારું કાર્ય નહીં થાય.
અહીં કહે છે- તારી ચીજને છોડીને વિભાવ ઉપર ચઢી ગયો નાથ! આનંદનો સાગર ભગવાન આત્મા તે ઉપર જવાનું છે અને તેને છોડીને તું વિભાવ ઉપર ચઢી ગયો. વિભાવમાં પુણ્ય આવ્યું કે નહીં ? દયા–દાન-વ્રત ભક્તિ એ પણ વિભાવ છે.
ભ્રષ્ટપણે જે રીતે છે તે કહે છે. “ટૂરે ભૂરિ વિજ્યનાદને ગ્રામ્યન” (ટૂ૪) અનાદિ કાળથી (મૂરિ) અતિ બહુ છે (વિવા) દૂરની વ્યાખ્યા કરી અનાદિ કાળથી લઈને, ઘણી વિકલ્પની જાળો ચઢી ગઈ છે તને. તું ભૂલી ગયો નાથ ! આચાર્યની શૈલી તો જુઓ! પ્રભુ તમે ક્યાં છો અને તમે ક્યાંથી છૂટી ગયા અને તમે
ક્યાં જાઓ છો ! તું નિજધરને છોડીને, પરધરમાં ભ્રષ્ટાચારી થઈ વ્યભિચારી થયો. એ... પુણ્ય-પાપના ભાવમાં જવું તે તો વ્યભિચાર છે.
“અતિ બહુ છે કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કાર બુદ્ધિ તેનો (નાન) સમૂહું” વિકલ્પની વ્યાખ્યા કરી.. કે શુભ અશુભ ભાવ અસંખ્ય પ્રકારના છે, તે બધા કર્મભનિત વિકલ્પની જાળ છે. એ અસંખ્યાત પ્રકારના શુભભાવ અને અસંખ્યાત પ્રકારના અશુભભાવ તેમાં આત્મબુદ્ધિ અર્થાત્ તેનાથી મને હિત થશે, તેમાં મને મજા છે... એવી આત્મબુદ્ધિ અર્થાત્ તેનાથી મને હિત થશે, તેમાં મને મજા છે... એવી આત્મબુદ્ધિ કરીને ભ્રષ્ટ થયો છે. ભગવાન તારા સ્વરૂપના ઘરથી તું ભ્રષ્ટ થયો છે.
“તેમનામાં આત્મરૂપ સંસ્કાર બુદ્ધિ,” એ પુણ્યભાવ દયા-દાન-વ્રતના ભાવ મારા આત્માના છે અને તે મને લાભદાયક છે. અહીં એમ ન કહ્યું કે તે કર્મના કારણે ભ્રષ્ટ થયો છે. એવો શબ્દ લીધો નહીં. તારા અપરાધથી તું તારા સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. “અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા.” કર્મથી ભ્રષ્ટ થયો છે તેમ તો લીધું જ નહીં, અન્ય સંપ્રદાયના એમ કહે કે-કર્મને લઈને આમ થાય છે. અરે... સાંભળ તો ખરો પ્રભુ! કર્મ તો બિચારા જડ છે, તારા અપરાધનો કરવાવાળો તો તું છે. પોતાનું આરાધન છોડીને અપરાધ કરે છે. આરાધન નામ પોતાનું શુદ્ધ સ્વરૂપનું સેવન છોડીને, પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com