________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૪
૧૪૩ આત્માને વિકલ્પ નહીં બહેને શબ્દ લીધા છે તે બધાં “અ” થી શરૂ થાય છે. અગ્નિને ઉધઈ નહીં તેમાં અગ્નિમાં “અ” આવ્યો. તેમ ભગવાન આત્માને આવરણ નહીં તેમાં “આ” આવ્યો. આત્માને અશુદ્ધતા નહીં. આમ તો ઘણી વાર જોયેલું પણ કાલે વાંચનમાં આ આવેલું. અગ્નિને ઉધઈ નહીં તેમ બહુ સરસ મેળ કર્યો બહેને.
ભગવાન આનંદનો નાથ ! સિદ્ધ ચિદાનંદ પ્રભુ! તેમાં રાગાદિની અશુદ્ધતા અને ઉણપતા નથી. આમાં બધા “અ” આવ્યા. ઉણપ નામ કમી રહેતી નથી, આવરણ રહેતું નથી. “અ” આવ્યા. આવરણ નહીં, ઉણપ નહીં, અશુદ્ધતા નહીં તેમ બધા “આ-અ” આવ્યા. આ ત્રણ શબ્દો બહેનના પુસ્તકમાં લખ્યા છે. છપાઈને હજુ બહાર આવ્યું નથી. બાઈન્ડીંગ નથી થયું. છપાઈને જ્યારે બહાર આવશે ત્યારે ખલાસ થઈ જશે. ઘણો પ્રચાર. હજુ હિન્દીમાં કરવાનું છે- હિન્દી થશે. બહુ સરસ પુસ્તક છે. બહેનને તો બહાર પડવું નથી. બહેનનું પુસ્તક બહાર પડશે તો બહેન બહાર પડશે એવી ચીજ છે.
આહાહા! આ (પુસ્તક) સાંભળે ને વાંચે જ્યાં, અગ્નિને ઉધઈ નહીં. ત્રણલોકનો નાથ આનંદકંદપ્રભુ તેમાં આવરણ નથી. ઉણપ અને અશુદ્ધતા નહીં. પૂર્ણાનંદનો નાથ તેને વાચક શબ્દથી કેવી રીતે કહેવામાં આવે છે. વ્યવહારથી નામ કહ્યું પરંતુ નિશ્ચયથી તો કહી શકાતું નથી. આહાહા ! એ તો વેદનમાં આવે ત્યારે ખબર પડે. સમજમાં આવ્યું?
અહીં કહે છે કે પહેલી ગાથામાં અભિધેય એ પ્રવચનમાં નામથી કહેવામાં આવે છે બસ એટલું જ. પરંતુ “આત્મા” જે શબ્દ છે તે (વાચ્ય) માં છે નહીં. આત્મા શબ્દ છે તેમાં તે નથી. “અતિ ગતિ ઈતિ આત્મા” એટલો શબ્દ લાગુ પડે છે.
દ્રવ્ય સંગ્રહમાં (“સતતિ ઋતિ તિ માત્મા”) આ રીતે પાઠમાં છે. જ્યારે ગુરુદેવ બોલે છે.) “અતતિ ગચ્છતિ ઇતિ આત્મા.” પોતાના સ્વરૂપમાં પરિણમન કરે છે. તે આત્મા શબ્દનો અર્થ તો આટલો છે. તેથી એટલો કાંઈ આત્મા નથી. સમયસારની ૮મી ગાથામાં બ્રાહ્મણે કહ્યું કે- “સ્વસ્તિ.” સ્વસ્તિ શબ્દ સાંભળીને તે ટગ ટગ જુએ છે. જેને કહ્યું તેને કંટાળો નથી લાગતો. બ્રાહ્મણે અનાર્ય (બ્લેચ્છ) ને “સ્વસ્તિ' એમ કહ્યું તો તેની સામે ટગ ટગ જુએ છે. આવો પાઠમાં અર્થ છે. બીજી જગ્યાએ એવો પાઠ છે કે –તે પણ અંદરમાં દેખશે કે સ્વ અર્થાત્ તારા આત્માની અસ્તિ છે (તેને જો) તો કલ્યાણ છે. “સ્વસ્તિ” સ્વ નામ જેવી સ્વની અસ્તિ છે તેવી તારા ભાનમાં આવે અર્થાત્ તારું કલ્યાણ હો ! આવું સાંભળીને ટગ ટગ જોતો હતો પરંતુ તે કંટાળો લાવતો ન હતો. તો તેણે અનુસરણ કર્યું તેમ કહેવામાં આવે છે. તેમ આચાર્યોએ આત્મા એવો શબ્દ કહ્યો. (તો તેનું અનુસરણ કરે છે.) એક એક ગાથામાં એક એક શબ્દ બહું ગંભીર છે.
આચાર્યદેવે આત્મા એમ કહ્યું તો સાંભળવાવાળાને કંટાળો ન આવ્યો. આ શું કહે છે તેમ ન થયું. આ શું કહે છે મારી સમજમાં આવતું નથી તેમ ન કહ્યું. “આત્મા’ શબ્દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com