________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૮૬
૧૪૯ આજે ઘણાં પ્રશ્નો આવ્યા હતાં. હમણાં પ્રશ્ન થયેલો કે-મતિશ્રુત પ્રત્યક્ષ હોય છે? (ઉત્તર) ૪૭ શક્તિમાં આપણે પ્રકાશ શક્તિ ચાલી ગઈ. તે તો સ્વસંવેદન પ્રત્યક્ષ થવા લાયક જ છે. તેવો તેમાં એક ગુણ છે. આત્મામાં પ્રકાશ નામનો ગુણ છે, તેનું કાર્ય સ્વસંવેદન. પોતાનું પોતાથી વેદન થવું. તે તેનો ગુણ છે. બારમી શક્તિ આવી હતી ને !
જીવન્ત, ચિત્તિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદશ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ અને પ્રકાશશક્તિ બારમી છે. આહાહા ! ૪૭ શક્તિ છે તેમાં પ્રકાશશક્તિ નામની શક્તિ આત્મામાં છે. ભગવાન કહે છે કે –તારામાં પણ એવો એક ગુણ છે. તારામાં એક શક્તિ છે કે પર્યાયમાં બધું પ્રત્યક્ષ હો એવી તારામાં એક શક્તિ છે. પરોક્ષ રહેવું એ તારો સ્વભાવ નથી.
મતિ શ્રુતજ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે. મતિશ્રુતજ્ઞાન પોતાને જાણતાં પ્રત્યક્ષ થઈ જાય છે. ૧૪૨ ગાથાના શ્લોકમાં એમ છે કે –જે મતિશ્રુતજ્ઞાન પરસન્મુખ છે તેને વિકલ્પાતીત કરી અને તેને સ્વસમ્મુખ કરવા. જે મતિજ્ઞાન છે, જેનો ઝુકાવ પર તરફ છે, પરને જાણવામાં જેનો ઝુકાવ છે તે મતિ-બુદ્ધિને અંતર્મુખ કર. આહાહા ! તારી ચીજ ત્યાં અંદરમાં પ્રત્યક્ષ જાણવા લાયક પડી છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! લોકોએ ધર્મના નામે સ્થૂળ કરી નાખ્યું, વિપરીત કરી નાખ્યું. ભગવાન આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવા લાયક છે એવો વિકલ્પ પણ છોડવા લાયક છે.
આહાહા! અરે... ! જિંદગી ચાલી જાય છે. જે એક ક્ષણ જાય છે તે મૃત્યુની સમીપ જાય છે. દેહની સ્થિતિ જ્યારે છૂટવાની તે નિશ્ચિત છે. આવે છે ને કે – “જે જે દેખી વીતરાગને તે તે હોંશી વીરા.” જે સમયે જે થશે તે થશે જ. જે સમયે જે ક્ષેત્રે દેહ છૂટવાનો તે સમયે દેહ ભિન્ન થશે. આ વાત સ્વામી કાર્તિકેયમાં છે. દેહ છૂટવાનો તે નિશ્ચિત છે, તેથી જેટલી પળ સમય જાય છે તે મૃત્યુની સમીપ જાય છે. તે એમ જાણે કે અમે મોટા થઈએ છીએ અને ભગવાન કહે તમે મૃત્યુની સમીપ જાઓ છો. અંદરમાં આત્મા જે છે તે છે. અંદર તો અમૃતનો સાગર પડ્યો છે.
અહીંયા કહે છે કે તે પોતાથી પોતે જાણવા લાયક છે. તેવા પક્ષનો વિકલ્પ છોડી દે! જાણનારો તો પોતાથી જાણવાલાયક છે. પોતાથી જાણવા લાયક છે તે પક્ષ છોડી દે ! બીજાથી તે જાણવા લાયક છે? એવો બીજો અર્થ છે? એમ નથી. આત્મા જાણવા લાયક નથી એ પક્ષને તો છોડી દે! ભગવાન ચિદાનંદમૂર્તિ જાણવા લાયક છે, નથી જાણવા લાયક તે વાતને લક્ષમાંથી જ્ઞાનમાંથી પણ છોડી દે!
પ્રવચનસાર અલિંગગ્રહણમાં આવ્યું છે કે- પોતાના સ્વભાવથી જાણવા લાયક પ્રત્યક્ષ જ્ઞાતા છે. તે પરથી જાણવામાં આવતો નથી. પોતાનો સ્વભાવ શુદ્ધ ચિદાનંદ પ્રભુ! તેનાથી જાણવામાં આવે છે... તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આહાહા! પ્રત્યક્ષ જ્ઞાતા જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com