________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૧
૨૭૯ બધા શુભભાવ છે અને તેમાં ધર્મ અને મોક્ષમાર્ગ માને તે બધા મિથ્યાષ્ટિ છે.
ગઈકાલે શેઠ તમે કહેતા હતા ને કે- કાળલબ્ધિ આવશે ત્યારે થશે! પરંતુ એવું છે જ નહીં. પોતાના સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ પાકી જાય છે. એ શુભાશુભ ભાવની રુચિ છોડીને, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા જે સત્ નામ શાશ્વત ચિત્ત અર્થાત્ જ્ઞાન અને આનંદનો ખજાનો પ્રભુ છે. તેની દૃષ્ટિ કરવાથી શુદ્ધભાવ ઉત્પન્ન થાય તે ધર્મ છે. સમજમાં આવ્યું?
આ શાસ્ત્રની ભક્તિ કરવી અને ભગવાનની ભક્તિ કરવી એ બધો શુભભાવ છે. અને તેમાં ધર્મ માનવો, તેમાં મોક્ષમાર્ગ માનવો તે મિથ્યાદેષ્ટિ છે. આવું કડક છે.
પ્રશ્ન:- આમાં શું કરવું?
ઉત્તર- પહેલાં શ્રદ્ધાનો સુધાર કરવો. એ પુણ્યના પરિણામ બંધનું કારણ છે. ધર્મ નહીં. મારી ચીજ આનંદનો સાગર નાથ અંદર પડ્યો છે તેનો સ્વીકાર કરવાથી શુદ્ધતા જે પ્રગટે તે ધર્મ છે. તે કહે-ભાલે ધર્મ નહીં પરંતુ ધર્મનું કારણ તો છે કે નહીં? બિલકુલ નહીં, એ તો બંધનું કારણ છે.
પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાષ્ટિ છે,” મહિના-મહિનાના ઉપવાસ કરે તો તપસી થયો તો બધા વખાણ કરે. બાલ બ્રહ્મચારી કન્યા દીક્ષા લ્ય તો તેની પ્રશંસા કરે. સમાજ ભેગો થઈને તેની પ્રશંસા કરે પરંતુ તેમાં થયું શું? તેમાં ધર્મ ક્યાં આવ્યો? ભલે બાલ બ્રહ્મચારી હો ! દીક્ષા લેવાનો ભાવ હો તો શુભભાવ છે. અને એ જે દીક્ષિત થયાં તે ચારિત્ર તો નથી. તેના મુનિપણામાં. અને દીક્ષિત થાય છે. જે દીક્ષા લેવાનો ભાવ છે તે મિથ્યાષ્ટિપણું છે. હું શ્વેતામ્બરનો સાધુ છું અને હું સાધુપણું લેવા માગું છું તે દૃષ્ટિ મિથ્યાત્વ છે. અહીં તો દિગમ્બર મુનિ થઈ અને શુભ ઉપયોગની ક્રિયામાં મગ્ન છે અને મોક્ષમાર્ગ માને છે તે મિથ્યાદેષ્ટિ છે. તે જૈન છે જ નહીં. જૈનની તેને ખબર નથી. આવા શેઠિયા હોય તે પછી માખણ ચોપડે –ગામમાં મહારાજ આવ્યા છે.
શ્રોતા- એમ કે તેમને ભૂખે મરવા દેવાય.
ઉત્તર- તેને એવું મુનિપણું છે જ નહીં અને મુનિપણું માનવું એ તો મિથ્યાષ્ટિ છે. એને માનવાવાળો મિથ્યાષ્ટિ છે.
“એવો જીવ મિથ્યાદેષ્ટિ છે, કર્મબંધને કરે છે.” શું કહે છે? વ્રત, નિયમ, તપશ્ચર્યા અને બાલ બ્રહ્મચારીપણા તે બધું બંધનું કારણ છે. શરીરથી બ્રહ્મચર્ય પાળું છું, જાવ્યજીવ સ્ત્રીનું સેવન નહીં એ ભાવ તો શુભભાવ છે અને તેમાં ધર્મ માનવો તે મિથ્યાષ્ટિ છે.
કાંઈ ભલાપણું તો નથી.” “કાંઈ” એ શબ્દ પડયો છે. વ્રત પાળે, જાધ્વજીવ બ્રહ્મચર્ય પાળે, દયા પાળે, પંચમહાવ્રત રાખે, જોઈને ચાલવું, નિર્દોષ આહાર અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com