________________
૨૭૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨ .
કલશાકૃત ભાગ-૩ “દેહુ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં, છો પ્રબળ સિદ્ધિ નિધાન જો.... અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહ્યાનાર નિર્ગથ જો.” આ પદ રાજચંદ્રજીએ બનાવ્યું છે. આહાહા! દિગમ્બર મુનિ બાહ્ય ને અભ્યત્તર નિગ્રંથ છે. અંતરમાં વિકલ્પ નહીં અને બહારમાં વસ્ત્રનો ટૂકડો નહીં. આહાહા! આવી દશા ઉત્તમ ક્ષમાવંત પ્રાણીની હોય છે. અહીં ઉત્તમ ક્ષમામાં તો મુનિને ગણ્યા છે ને!
શ્રોતાઃ- દશ ધર્મ એ મુનિ ધર્મ છે.
ઉત્તર- એ મુનિ ધર્મ છે. દિગમ્બરમાં ક્ષમા આદિથી લીધા છે. તે ધર્મ પાંચમથી ચૌદશ સુધી લીધું છે. તે યથાર્થ છે. કેમ કે કોઈપણ પંચકલ્યાણક કરીએ છીએ તો તેનો જન્મ દિન થયા પછી તેના આઠ દિવસ કલ્યાણક કરીએ છીએ.
રૌદ્ર-ભયાનક ઉપસર્ગ કરવા છતાં પણ ક્રોધ થતો નથી તે મુનિને નિર્મળ ક્ષમા હોય છે.
* * *
(મંદાક્રાન્તા) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।२-१०१।। ખંડાન્વય સહિત અર્થ-“કૌતિૌ સાક્ષાત શૂદ્દી”( કૌખિ) વિદ્યમાન બંને (ત) એવા છે- (સાક્ષાત્ ) નિઃસંદેહપણે (શૂદ્દી) બંને ચંડાળ છે. શાથી?
શૂટ્રિયા: ૩૨ાત યુપત નિતૌ” કારણ કે (શુદ્રિછાયા: ૩૨ાત) ચંડાલણીના પેટથી (યુપત નિતી) એકીસાથે જન્મ્યા છે. ભાવાર્થ આમ છે કેકોઈ ચંડાલણીએ યુગલ બે પુત્ર એકીસાથે જગ્યા; કર્મોના યોગથી એક પુત્ર બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો; બીજો પુત્ર ચંડાલણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો. હવે જો બંનેના વંશની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચંડાળ છે. તેવી રીતે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મ બંધ પણ થાય છે; કોઈ જીવો હિંસાવિષય-કષાયમાં મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દૃષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com