________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩ અહીં કહે છે–જીવ વાચ્ય છે તેવો એક નયનો પક્ષ છે. શું કહે છે? ૪૭ નયમાં પ્રવચનસારમાં આવ્યું છે. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ. નામ નિક્ષેપમાં નામ દ્વારા કહી શકાય તેવું વ્યવહા૨ કથન છે. નામ નિક્ષેપ અર્થાત્ નામ દ્વારા કહી શકાય તેવું વાચ્ય-વાચક એ વ્યવહાર છે.
6
,
શ્રી સમયસારની પહેલી ગાથામાં લીધું છે કે–“ વા મિધિયતે ” અભિધેય અર્થાત્ વાચ્ય આત્મા અને અભિધાન એટલે વાચક શબ્દ. · અભિધેય-અભિધાન ' તે પહેલી ગાથા માં આવે છે. અભિધાન વાચક શબ્દ છે-વ્યવહા૨ અને તેનું વાચ્ય અભિધેય આત્માને કહેવો તે ૫રમાર્થ છે.
૧૪૨
જેમ સાકર શબ્દ છે તે વાચક છે અને સાકર પદાર્થ છે તે તેનું વાચ્ય છે. આટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. શબ્દને અને ભગવાન આત્માને વાચક-વાચ્ય સંબંધ છે. આત્મા આનંદ સ્વરૂપ છે તેવો વાચક શબ્દ આવ્યો. હવે તેનું વાચ્ય આત્મા આનંદ સ્વરૂપ છે એમાં આનંદ તે વાચ્ય છે. પરંતુ એ વાચ્યમાં વાચક નથી અને વાચકમાં વાચ્ય નથી. નામ નિક્ષેપથી (વાયકનું ) વાચ્ય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
"
આ આત્મા ' એવો જે શબ્દ છે તે કાંઈ આત્મા પદાર્થમાં છે ? નિર્લેપ ચિદાનંદ સ્વરૂપ છે તેમાં આત્મા શબ્દ છે જ નહીં. અહીં એ વાત ચાલે છે. વાચક શબ્દથી વાચ્ય કહેવામાં આવે છે એવો એક વ્યવહા૨ છે... પરંતુ નિશ્ચયથી જીવ વાચ્ય નથી. જીવ તો વચનાતીત છે, તેને વચનથી કહી શકાય એવી ચીજ નથી. આહાહા ! એ તો વિકલ્પથી પણ ન જાણવામાં આવે તેવી અવાચ્ય ચીજ છે. સમજમાં આવ્યું ?
શ્રી અમૃતચંદ્રાચાર્ય (૨૭૮ કળશમાં) કહે છે ને કે- હું કહેવાવાળો છું અને તું સાંભળવાવાળો છો એવો મોહ છોડી દે! મોહમાં મત નાચો. આહાહા ! વાચક શબ્દ છે તે તેને જ્ઞાન કરાવી ધે છે તેમ ન નાચ ! પ્રભુઃએનાથી તારી ચીજ ભિન્ન છે. આહાહા ! સમજમાં આવ્યું ?
ગઈકાલે બહેનના પુસ્તકમાં એક શબ્દ આવ્યો હતો. કનકને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી. ઉધઈ શબ્દે સમજો છો ને ! અમારું ૭૫ની સાલમાં પાળિયાદમાં ચોમાસું હતું.. આજથી ૫૮ વર્ષ પહેલાં ત્યારે અમે જંગલ ગયા હતા, ત્યારે ધૂળમાંથી ઉધઈ નીકળે અને તેનાં ઉપર સૂર્યનો તડકો પડે એટલે તરત જ ખલાસ થઈ જાય. ઉધઈ ઘણી જાતની હોય પરંતુ આ તો કોઈ જુદી જ જાતની. બહુ ઝીણી, ધોળી, પાતળી અને પોચી. સૂર્યનું કિ૨ણ અડે ત્યાં તો ખલાસ થઈ જાય. નજરે દેખાય કે ચાલે છે ફરે છે અને બહાર નીકળે અને તેની ઉ૫૨ તડકો લાગ્યો તો ખલાસ થઈ ગઈ, એવી સુંવાળી હોય છે.
બહેનના પુસ્તકમાં આ શબ્દ આવ્યો છે. અગ્નિને ઉધઈ લાગતી નથી તેમ ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com