________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬O
કલામૃત ભાગ-૩ પરિણતિ ઉત્પન્ન થાય છે તે મોક્ષના કારણપણે સ્વયં દોડે છે. સ્વયં દોડતી કેમ કહ્યું? પુણ્ય ને પાપના ભાવની સહાયતા વિના શુદ્ધ પરિણતિ સ્વયં દોડે છે.
બે શબ્દ પડ્યા છે. “સ્વયં ઘાવતિ' આ તો ગંભીર શબ્દ છે. સ્વયં નામ પોતાથી એ શુદ્ધ પરિણતિ છે. પરની સહાય વિના, વ્યવહાર રત્નત્રયની સહાય વિના, પોતાથી તે શુદ્ધ પરિણતિ સ્વયં દોડતી આવે છે. “સ્વયં” શબ્દ કહીને તે પરિણતિને વ્યવહારની અપેક્ષા નથી તેમ બતાવ્યું છે. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તેની અપેક્ષા તે પરિણતિને નથી. સ્વયમ્ શુદ્ધ-ચૈતન્ય સ્વભાવ... પોતાનાથી... પોતાની પરિણતિમાં દોડતો શીઘ્ર કામ કરે છે. આહાહા! આવી વાત છે.
એ શુદ્ધ સ્વરૂપ, પોતાનું પરમાત્મ સ્વરૂપ જે તેનો આશ્રય લેવાથી અને પુણ્યના પરિણામનું અવલંબન નામ આશ્રયના સહાય વિના, વ્યવહાર રત્નત્રયની અપેક્ષા કે આશ્રય લીધા વિના, પોતાનો શુદ્ધ સ્વભાવ સ્વયં પોતાથી નિર્મળ પરિણતિરૂપે દોડે છે. તેનો અર્થ એ થયો કે તે પરિણામ નિર્મળ-નિર્મળ.. થતાં થતાં દોડતાં તે અલ્પકાળમાં
સ્વયમ્ પૂર્ણ થઈ અને કેવળજ્ઞાન થઈ જશે. શુદ્ધ પરિણતિ દોડતી દોડતી શીઘ્ર કેવળજ્ઞાન લેશે.
એ શુદ્ધ પરિણતિને અહીંયા મોક્ષનું કારણ કહેવું છે ને! તે સ્વયં દોડતી કારણ છે. તેને દોડતાં દોડતાં જવાનું છે ક્યાં! તેને ત્યાં પૂર્ણપણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને જવાનું છે. આહા ! સમજમાં આવ્યું? આવો ઉપદેશ તે લોકોને આકરો પડે. અરે! જગતમાં વાડાબંધી એવી છે કે પોતાની દૃષ્ટિથી બંધાય ગયા છે, તેને આ વાત અચે નહીં. અહીં તો આ વાત સંતો કહે છે.
પેલા ભાઈએ કહ્યું કે- કળશટીકામાં સુધારો કરવો. અરે... પ્રભુ! તું કેટલો સુધારો કરીશ! એ એમ કહે છે કે- નિશ્ચયની વાતને ઉડાડો છો તો વ્યવહારની વાતથી સુધારો. શું સુધારવું બાપુ, પ્રભુ! તું સુધરી જા ને!તારી દષ્ટિમાંથી આ પુણ્ય-પાપના ભેદને કાઢી નાખને! તો તું સુધરી જઈશ! તારામાંથી તું પુણ્ય ઠીક અને પાપ અઠક એવો ભેદ કાઢી નાખ.
ભાવાર્થ આમ છે કે- જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે.” સહજ અંધકાર મટે છે તેને મટાડવો પડતો નથી. પ્રકાશમાં અંધકાર ઉત્પન્ન જ થતો નથી તો તેનો નાશ કરવાનું રહ્યું ક્યાં? તેમ જ જીવ શુદ્ધ ચેતનારૂપ પરિણમતાં (શુદ્ધ પરિણતિ પ્રગટે છે.) ભગવાન આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપ તેની અભિમુખ થઈને, અર્થાત્ શુદ્ધ ચૈતન્યરૂપ પરિણમન થતાં, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધ પરિણતિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે.
“જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધ ચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, ચૈતન્યરૂપ શુદ્ધ પરિણમતાં સહુજ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com