________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૦
૨૬૯
“ પોતાના મોહને લઈને મિથ્યાદૅષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. આવી ભેદપ્રતીતિ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો ત્યારથી જ હોય છે.” શું કહે છે? પુણ્ય ભલું છે અને પાપ જૂઠું છે તેવી બેમાં ભેદ પ્રતીતિ, બે જુદા છે તેવી ભેદપ્રતીતિ (અજ્ઞાન છે ત્યાં સુધી છે ) શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, તે બન્ને એકરૂપ છે– તેમાં ભેદ નથી તેમ માને છે. ઉ૫૨ોક્ત ભેદ પ્રતીતિ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં છૂટી જાય છે. તેને હવે ભેદ પ્રતીતિ રહેતી નથી. શુભ હો કે અશુભ હો એ બન્ને બંધનું કારણ છે.. તે બન્ને એકરૂપ છે. શુભ મોટો અને અશુભ નાનો તે ભેદ પ્રતીતિ છે. એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ ન હોય ત્યાં સુધી જોવા મળે છે. તેથી એ ભેદનું ભાન થતાં, એ શુભાશુભ મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું. એ બેમાં ભેદ છે તેમ નથી. મારાથી એ ચીજ ભિન્ન છે એવી પ્રતીતિ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછી જોવા મળે છે. હું શુભરાગથી પણ ભિન્ન છું અને અશુભરાગથી પણ ભિન્ન છું. શુભરાગથી દુઃખ છે અને અશુભરાગથી પણ દુ:ખ છે. આ રીતે ૫૨થી ભિન્નપણું પોતાના સ્વરૂપની પ્રતીતિ થવાથી આવો ભેદ ભાસે છે અને તે ભિન્ન છે તેમ ભાસે છે. સ્વરૂપની દૃષ્ટિ ન હોય ત્યારે અજ્ઞાનીને શુભ ભલું અને અશુભ બુરું એમ ભાસે છે. સમજમાં આવ્યું ?
બહુ (આકરી ) વાત એટલે પછી લોકો કહે છે ને કે... વ્યવહારનો લોપ કરે છે. પરંતુ તારી પાસે વ્યવહાર પણ ક્યાં છે? વ્યવહાર તો ત્યારે છે કે- જ્યારે આત્માનું જ્ઞાન-આનંદ થયું ત્યારે રાગની મંદતાનો શુભભાવ થયો તેને વ્યવહાર કહેવામાં આવે છે. છતાં જ્ઞાનીનો એ વ્યવહાર પણ બંધનું કા૨ણ છે.
આ સમજાય એવો અધિકાર છે. બપોરે શક્તિનો અધિકાર ચાલે છે તે ગંભીર છે. બન્ને સારી વાત છે. કેટલા માઇલ દૂરથી શેઠિયા આવ્યા છે ને ? સહરાનપુર મેરઠથી પણ દૂર છે! દિલ્હીથી દૂર છે!
શુભાશુભ ભાવોની ભિન્નતા, પોતાનાથી બન્ને ભિન્ન એકરૂપ છે એવી પ્રતીતિ શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થાય ત્યારે એવી દૃષ્ટિ જોવા મળે છે..
ર
‘એમ જે કહ્યું કે કર્મ એકરૂપ છે, તેના પ્રતિ દેષ્ટાંત કહે છે. ” શુભ અને અશુભ બન્ને એકરૂપ છે, પુણ્ય ને પાપ બન્ને એકરૂપ છે તેનું દૃષ્ટાંત કહે છે.
પ્રવચન નં. ૯૭
તા. ૧૭-૯-’૭૭
આજ પર્યુષણનો પ્રથમ દિવસ ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા તેને કહે છે કે જેને આત્માનો અનુભવ થયો હોય. સમ્યગ્દર્શન વિનાની ક્ષમા તે ઉત્તમ ક્ષમા નહીં લોકો દૃષ્ટાંત આપે કેઆણે ક્ષમા આપી તેણે ક્ષમા આપી. એવા દાખલા ઘણા આવે છે એ ક્ષમા નહીં.
ઉત્તમ ક્ષમા તેને કહે છે કે-પોતાનામાં પોતાના આનંદ સ્વરૂપ ભગવાન (તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com