________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧)
૩૭૯ ભાવાર્થ આમ છે કે- એક જીવમાં એક જ કાળે જ્ઞાન, ક્રિયા બંને કઈ રીતે હોય છે?” એક જ સમયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને તે જ કાળે રાગ એ કેવી રીતે હોય છે? એમ પૂછે છે. “સમાધાન આમ છે કે- વિરૂદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બન્ને હોય છે,” સમ્યગ્દર્શન જ્ઞાનમાં આનંદનો સ્વાદ પણ છે અને રાગ નામ દુઃખ પણ સાથે છે. પરિપૂર્ણતા જ્યાં સુધી પ્રગટ નથી થતી ત્યાં સુધી ધર્મીને પણ જેટલો આનંદ આવ્યો તેટલો તે પવિત્ર છે (સુખ છે) અને જેટલો રાગ આવે છે એટલું દુઃખ છે. આ રીતે એક સમયમાં બે હોવામાં વિરોધ નથી.
એ તો આગળ કહ્યું ને કે- જેમ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને એક સાથે રહેવામાં વિરોધ છે. મિથ્યાદેષ્ટિ અને સમ્યગ્દષ્ટિને એક સાથે રહેવામાં વિરોધ છે તેમ સમ્યજ્ઞાનને અને રાગને એક સાથે રહેવામાં વિરોધ નથી. “વિરોધ તો કંઈ નથી” સમજમાં આવ્યું?
કેટલાક કાળ સુધી બન્ને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવા લાગે છે, છતાં પણ પોત પોતાના સ્વરૂપે છે.” કેમ કે વિકાર છે તે પરલક્ષી છે અને ધર્મ છે એ સ્વલક્ષી છે. બન્નેના લક્ષ ફેર છે તો વિરોધ જેવું દેખાય, પરંતુ પોત પોતાના સ્વરૂપે છે. આહાહા! પોતાનું આત્મદ્રવ્ય – શુદ્ધ ચૈતન્ય ભગવાન! તેનો આશ્રય લઈને જેટલો એકાગ્ર થયો, એટલી તો નિર્મળતા છે. હવે એ સમયે જેટલો પરલક્ષી ભાવ, દેવ-ગુરુ-શાસ્ત્ર આદિના અવલંબનથી થયેલો પરાલંબીભાવ એ બધો વિકાર છે; તે બંધનું કારણ છે. વિરોધ જેવું દેખાય છે પરંતુ એક સાથે રહી શકે છે.
શ્રોતા- આના પ્રચારની જરૂર છે.
ઉત્તર:- પ્રચારની જરૂર છે અહીંયાં. એ એમ કહે છે કે તમે અમારા સાગરમાં આવો. બાપુ હવે અહીંયાથી ક્યાં જઉં? તરસ્યો હોય તે સરોવરે પાણી પીવા જાય, સરોવર કાંઈ ઘરે ઘરે ન જાય. આહા! આવો માર્ગ છે.
એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવા લાગે છે, છતાં પણ પોત પોતાના સ્વરૂપે છે,” વસ્તુએ ભગવાન એવા પૂર્ણાનંદના નાથના આશ્રયે જે નિર્મળ પરિણતિ થઈ તે પોતાના સ્વરૂપમાં છે. પરના આશ્રયે જે પૂજા, દાન, ભક્તિ, વ્રત, તપના વિકલ્પ તે પોતાના સ્વરૂપે છે. તે બન્ને એક બીજા રૂપ થઈ જાય છે તેમ નથી.
વિરોધ તો કરતાં નથી.”શું કહે છે? શુભભાવ આવે છે તો શુદ્ધભાવનો નાશ થઈ જાય છે તેમ નથી. જેટલો શુદ્ધભાવ ઉત્પન્ન થયો અને હવે શુભભાવ પણ ઉત્પન્ન થયો એ ઉત્પન્ન થયેલો શુભભાવ ઉત્પન્ન થયેલા શુદ્ધભાવનો નાશ કરતો નથી. એવો વિરોધ છે નહીં ભાઈ ! આવો માર્ગ અને આવી વાત જાણી હવેઃ
પોતાના દ્રવ્ય સ્વભાવના અવલંબનથી જે નિર્મળ પરિણતિ ઉત્પન્ન થઈ તે પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com