________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮)
કલશામૃત ભાગ-૩ સ્વરૂપમાં રહે છે. અને જેટલી કમજોરી છે, તેથી પરદ્રવ્યના અવલંબનથી દેવ-ગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ, વ્રતનો ભાવ, તપનો ભાવ, દયાનો ભાવ, દાનનો ભાવ આવે તે પોતાના સ્વરૂપે છે. અર્થાત્ વિકારપણે છે. વિકાર વિકારના સ્વરૂપમાં છે અને અવિકાર પરિણામ અવિકાર સ્વરૂપે છે. એક સમયમાં બે ઉત્પન્ન થઈ શકે છે, તેમાં વિરોધ તો કાંઈ નથી.
“એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે - “યાવત જ્ઞાનચ ના વર્મવિરતિઃ સભ્ય પાછું ન ઉતિ” જેટલો કાળ આત્માના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ મટયા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, શુદ્ધ તો પરિણતિ થઈ છે. તેને પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપકવતાને પામતો નથી.”
આહાહા ! જ્યાં સુધી શુભરાગની ક્રિયાનો પરિપૂર્ણ ત્યાગ ન હો ત્યાં સુધી ( વિકારી ભાવ) થઈ શકે છે. પુણ્યના પરિણામ, કર્મની વિરતી, તેનાથી પૂરી નિવૃત્તિ ન હો ત્યાં સુધી શુભરાગ આવે છે.. અને થાય છે.
શું કહ્યું? આત્મદ્રવ્ય શુદ્ધ થયું હોય; તેની પૂર્વોકત ક્રિયા એવો શુભભાવ તેનો ત્યાગ (સગવ પાવરું તિ) બરાબર પરિપકવતાને પામતો નથી.” જ્યાં સુધી રાગનો પૂર્ણ ત્યાગ નથી ત્યાં સુધી રાગ આવે છે, તેમાં કોઈ વિરોધ છે નહીં. જ્યાં સુધી રાગનો ત્યાગ પરિપૂર્ણ ન હો ત્યાં સુધી રાગને અને નિર્મળતાને એક સાથે રહેવામાં કોઈ હરકત નથી.
અહીંયા તો કહે છે કે- સમ્યગ્દષ્ટિના વ્રત ને તપ ને પૂજા – ભક્તિ એ બંધનું કારણ છે. એનામાં તો હજુ સમ્યગ્દષ્ટિનાય ઠેકાણાં જોવા ન મળે! સમ્યગ્દર્શન કેમ થાય તેની પ્રરૂપણા જ ઊંધી – વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, ત્યાગ કરો, ક્રિયાકાંડ કરો, મહાવ્રત પાળો તો તમને ધર્મ થશે. એની દૃષ્ટિ જ મિથ્યા છે. અરે... અનાદિ કાળથી તેણે પોતાનું બગાડયું છે. સ્વચ્છેદ થઈને બગાડી નાખ્યું છે. તેઓ એમ માને છે કે- શુભભાવ કરતા અમને લાભ થશે! સમજમાં આવ્યું?
એક માણસ તે ચોર હતો. તેણે સિંહના નાનકડા બચ્ચાને ખોળામાં લઈ લીધું... અને પેટમાં સંતાડી દીધું. પેલો સિંહનો ઘણી કહે – અરે ! સિંહનું બચ્ચું
ક્યાં? અહીંયા તો છે નહીં: હવે તેની ફરિયાદ ચાલી. પેલા ભાઈને કોર્ટમાં લઈ ગયા અને પછી કોર્ટમાં ઉભા રાખ્યા. ખમીશ પાછળ પેટ ઉપર સિંહના બચ્ચાને સંતાડયું હતું તો સિંહના બચ્ચાએ પેટને ખાધું તો પેલો ચોર કોર્ટમાં ફડાક દઈને પડી ગયો. આ બનેલો બનાવ છે. પેટ ઉપર સંતાડેલું તેથી સિંહના માલિકને કેમ શંકા પડે? નાનકડા ગલુડિયા જેવડું સિંહનું બચ્યું હતું. તે અંદરથી પેટને ખાવા માંડયું. હવે કબુલ તો કરવું પડે કે મેં સંતાડ્યું હતું. સિંહના બચ્ચાએ પેટને ખાધું ત્યાં તો કોર્ટમાં પડી ગયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com