________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૬
૩૨૯
સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાંથી નીકળી અને પછી પશુ અને નરકમાં ચાલ્યા જાય છે.
અહીંયા કહે છે કે- શુદ્ધ સ્વરૂપનું પરિણમનરૂપ ચારિત્ર થયું. દ્રવ્ય સ્વભાવના આશ્રયથી સ્વરૂપમાં લીનતા નામ આચરણ પ્રગટ થયું. હવે કહે છે કે- એ શુદ્ધ પણ અનેક પ્રકા૨નું છે. પહેલાં થોડા શુદ્ધ, પછી વિશેષ શુદ્ધ અને પછી વિશેષ શુદ્ધ છે. સ્વરૂપમાં રમણતા વધતાં, વધતાં, વધતાં શુદ્ધતા ઘણી જ વધી જાય છે.
અહીં કહે છે – શુદ્ધ પરિણમન જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધી શુદ્ધતાના અનંત ભેદ હોય છે. અંતર ભગવાનનું અવલંબન લઈને જે શુદ્ધ પવિત્ર દશા પ્રગટ થઈ, તેમાં પણ પવિત્રતા વિશેષ છે. વે વિશેષ આશ્રય કરતાં વિશેષ પવિત્રતા, વિશેષ આશ્રય કરતાં વિશેષ પવિત્રતા પ્રગટે છે. આ રીતે પવિત્રતાના તો અનંત ભેદ છે. “તે ભેદો જાતિભેદની અપેક્ષાએ તો નથી; ” શું કહે છે ? શુદ્ધ વસ્તુ સ્વરૂપની દૃષ્ટિ, જ્ઞાનને રમણતા પ્રગટ થઈ અને પછી વિશેષ આશ્રય કરતાં વિશેષ શુદ્ધતા ઉત્પન્ન થઈ. એ પ્રગટ થયેલી શુદ્ધતામાં જાતિ ભેદ નથી, તેથી જાતિ તો એક જ છે. પુણ્ય ને પાપ એ ભાવ તો જાતિભેદ છે. ભારે આવી વાતું !
แ
,,
ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ! તેની એકાગ્રતામાં શરૂઆતમાં અર્થાત્ સમ્યગ્દર્શનમાં, સમ્યગ્નાન અને સ્વરૂપાચરણમાં સ્થિરતાનો થોડો અંશ પ્રગટ થયો તે મોક્ષમાર્ગની પર્યાય છે. પછી જીવદ્રવ્યનો વિશેષ આશ્રય લીધો તો શુદ્ધતા વધારે પ્રગટ થઈ. આ રીતે વિશેષ આશ્રય થતાં શુદ્ધતા વિશેષ થઈ, વિશેષ આશ્રયથી શુદ્ધતા થઈ... આ રીતે શુદ્ધતાના અનંત ભેદ છે. ધર્મની પવિત્રતાના પરિણામમાં અનંત પ્રકા૨ છે. તો પણ એ કોઈ જાતિ ભેદ નથી. તેની જાતિ તો શુદ્ધ... શુદ્ધ.... શુદ્ધ... શુદ્ધ... શુદ્ધ છે.
રાજમલજીએ ટીકા કરી છે તેના ઉ૫૨થી બના૨સીદાસે નાટક સમયસાર લખ્યું. ફલટનમાં અને લલિતપુરમાં એ લોકોએ ટોડરમલજી અને બનારસીદાસજી માટે એમ કહ્યું કે– તેઓ અધ્યાત્મની ભાંગ પી ને નાચ્યા હતા. અરેરે પ્રભુ.... પ્રભુ.... તું આ શું કહે છે ? અધ્યાત્મની ભાંગ કેવી નાથ ? પોતાની ( ઊંધી ) દૃષ્ટિ સાથે મિલાન નથી થતું તેથી કહે કે– તેમણે ભાંગ પીધી. અરે... ભગવાન ! પ્રભુ તને આવું ન શોભે ! આવા ધર્માત્માજ્ઞાનીને ભાંગ પી ને નાચ્યા એમ ન કહેવાય. આહાહા! એ તો અધ્યાત્મના લગ્ન કરવાવાળા હતા. મોક્ષમાર્ગ પ્રકાશમાં તો કેટલું નાખ્યું છે. ટોડરમલજીએ તો મોક્ષમાર્ગ પ્રકાશમાં આચાર્ય- સંતો જેવું કામ કર્યુ છે. તેમણે શાસ્ત્રના આધારે બધા પાઠ લખ્યા છે. શુભરાગ હોય પણ તે બંધનું કારણ છે. શ્રદ્ધામાં તેને બંધનું કારણ સમજો. શુભરાગમાં ધર્મ માનવો તે મિથ્યાશ્રદ્ધા છે, તે મિથ્યાત્વનું પોષણ છે. મિથ્યાત્વ તે સંસાર છે અને મિથ્યાત્વ તે મોટો અધર્મ છે. સમજમાં આવ્યું ભાઈ ! અહીંયા તો સ્પષ્ટ વાત છે. ગુપ્ત... ગુપ્ત કાંઈ છે. નહીં. દુનિયાને રુચે ન રુચે એના જવાબદા૨ કાંઈ સંતો નથી. આ વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com