________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કિલશ-૧૦૬
૩ર૧ અહીંયા તો જિન-વચન અનુસાર કહે, વીતરાગ માર્ગથી ઓછું – વધારે કે વિપરીત બિલકુલ કહે નહીં અને અંતરમાં વીતરાગતાની પરિણતિ જાગી હોય તે વીતરાગી પરિણતિને અહીં સત્યધર્મ કહેવામાં આવે છે. આહાહા! તેમાં પાલન કરવામાં અસમર્થ હોય તો વ્યવહારથી પણ અન્યથા ન કહે. આહારાદિ, પૂજા – પ્રભાવનામાં વ્યવહારથી પણ જૂઠું ન બોલે. પૂજા પ્રભાવનાનો ભાવ છે તે રાગ છે, તે ધર્મ નથી પરંતુ પુણ્ય છે વ્યવહારથી પણ જૂઠું ન બોલે તે મુનિ સત્યવાદી છે. તેને ઉત્તમ સત્યધર્મ હોય છે. વિશેષ તેમાં લખ્યું છે.
જૈન સિદ્ધાંતમાં આચારાંગાદિનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું જ કહે. એવું નથી કેપોતાનાથી પાલન ન થઈ શકે તો અન્યથા / પ્રકારે કહે. પોતાનું અપમાન થઈ જાય તો પણ પ્રભુનો મારગ જે છે તે કહે. આહાહા ! વીતરાગતાની પરિણતિ તે ચારિત્ર છે. આહાર પાણી નિર્દોષ લેવો, તેના માટે બનાવેલો ન લેવો તે વિકલ્પ પણ શુભરાગ છે. તેના માટે બનાવેલ આહાર લેવો તે તો પાપરાગ છે. તે વ્યવહાર પણ અશુદ્ધ છે. તેને નિશ્ચય સમ્યગદર્શન તો છે જ નહીં. એ સમ્યગ્દર્શન હો તો આવો સદોષ આહાર લે નહીં. આવી સત્યધર્મની વ્યાખ્યા છે.
*
*
*
(અનુષ્ટ્રપ). वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।। ७-१०६ ।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનસ્વમાન વૃત્ત તત્ તત્ મોક્ષદેતુ: પ્રવ (જ્ઞાન) શુદ્ધ વસ્તુમાત્ર, તેની (સ્વમાન) સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે (વૃત્ત)
સ્વરૂપાચરણચારિત્ર (તત તત મોક્ષદેતુ:) તે જ, તે જ મોક્ષમાર્ગ છે; (વ) આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપ માત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. કાંઈક વિશેષ-તે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે. તે ભેદો જાતિભેદની અપેક્ષાએ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com