________________
ઈતિહાસ ]
પાલીતાણું
પાલીતાણા શહેરની જન સંસ્થાઓ આણંદજી કલ્યાણજીની પેઢી.
આ સંસ્થા આખા હિન્દુસ્તાનના શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે. હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંત અને શહેરના ૧૦૮ પ્રતિનિધિઓ તેની વ્યવ સ્થા ચલાવે છે. તેની મુખ્ય પેઢી અમદાવાદમાં છે અને શાખા પિકી પાલીતાણામાં છે. તેને ત્યાંના વતનીઓ “કારખાનું” એ ઉપનામથી સંબોધે છે. એક બાહોશ મુનિમના હાથ નીચે આ સંસ્થા ચાલે છે. શત્રુંજય તીર્થની વ્યવસ્થા અને રક્ષણ કરવાનું બધું કાર્ય પેઢીના હાથમાં છે. સાથે જ ત્યાંની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પેઢીને મુખ્ય હિરો હોય છે. પેઢીમાં બીજાં નાનાં નાનાં ખાતાંઓ પણ ચાલે છે, પેઢીને ભંડાર અક્ષય મનાય છે. બીજાં ખાતાઓ અને પિતાની વ્યવસ્થા ચલાવવા મુનિમજીના હાથ નીચે સંખ્યાબંધ મહેતાઓ, કલાકે, નેકરે અને સિપાઈઓ રહે છે તીર્થરક્ષાની અને વ્યવસ્થાની સંપૂર્ણ જીમેદારી સાથે જ.
હિન્દના યાત્રાએ આવતા શ્રીસંઘ ચતુર્વિધ સંઘની સેવા-દેખરેખ સાચવવાનું મહાન કાર્ય આ પેઢી દ્વારા જ થાય છે. અહી યાત્રાએ આવનાર સાધુ-સાધ્વીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપગરણ પૂરાં પાડવામાં આવે છે. પાત્રા, તેનાં સાધને, પાટપાટલા, વસ્ત્રાદિ, ઔષધિ આદિ બધી વસ્તુઓને પૂરો ખ્યાલ પેઢી રાખે છે.
યાત્રાળુ શ્રાવક-શ્રાવિકાઓને વાસણ, ગાદલાં-ગોદડાં, ઔષધિને પ્રબંધ કરે છે. આ સિવાય સાધનહીન શ્રાવક-શ્રાવિકાઓને, ભેજને, ગરીબેને મદદ પણ આપે છે. નિકારશી, સ્વામિવાત્સલ્ય-જમણ આદિની વ્યવસ્થા પણ પેઢી કરાવી આપે છે.
યાત્રાળુઓને શુદ્ધ કેસર, સુખડ, બરાસ, ધ આદિ સામાન્ય પડતર કિસ્મત આપે છે.
પહાડ ઉપર અને નીચે બધી વ્યવસ્થા, સારસંભાલ, ગોખાર, નવીન જિનમંદિરની સ્થાપના વગેરે બધાં કાર્યોની દેખરેખ પેઢી રાખે છે.
પહાડ ઉપર જતાં રસ્તામાં ભાતાતલાટી' આવે છે. ત્યાં યાત્રાળુઓને ભાતું અપાય છે કે જેમાં વિવિધ પક્વાને હેય છે. આ સિવાય ગરમ કે ઠંડા પાણીને પ્રબંધ પણ રાખે છે. ભાતતલાટીનું વિશાળ મકાન, તથા બગીચે, બાજુના કમારા આદિની વ્યવસ્થા ઘણી સારી છે. તલાટીના આગળના ભાગને વિશાલ રે, તેની છતરી, શેઠ લાલભાઈ દલપતભાઈની માતુશ્રી ગંગામાએ બંધાવેલ છે
૧. પેઢીની સ્થાપના સંબંધી ઇતિહાસ આ જ અંકમાં પાછળ આપવામાં આવશે. ૨, ભાતાતલાટીની શરૂઆત મુનિ મહારાજ શી કરયાવિમલબના ઉપદેશથી થયેલ છે,
આદિ બી કાઢવામાં આવે છેસાધીને સમાન આ પેઢી