________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોનો
--
૧ ઉલકા જલની દેરી.
આમાં આદિનાથ ભગવાનની પાદુકા છે. મૂલમંદિરમાંથી શ્રી આદિનાથ ભગવાનના ન્હવષ્ણુનું પાણું જમીનવાટે વહેતું અહીં સુધી આવતું એમ કહેવાય છે. હાલમાં તેમ નથી. માટે એક ખાડામાં હવ જલ ભરે છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદના કરે છે.
–અહીંથી થોડે દૂર૨ ચિલ્લણ તલાવડી.
ચિલણ તલાવડી ઉપર શ્રી અજિતનાથ અને શાંતિનાથજીની પાદુકાઓ છે. પાસે સિદ્ધશિલા છે, તેના ઉપર સુઈને યાત્રિકે સિદ્ધશિલાનું ધ્યાન ધરતા કાઉસગ કરે છે.
ચિલ્લણ મુનિ કે જેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા તેઓ સંઘ સહિત અત્રે આવ્યા ત્યારે યાત્રિકના તૃષા-ઉપદ્રવને શાંત કરવા લબ્ધિથી આ સ્થાન પ્રગટાવ્યું હતું. ચિલણ મુનિરાજના સમરણરૂપે લેકે આ સ્થાનને ચિલણ તલાવડીથી સંબંધે છે. યાત્રિકે આ સ્થાને પવિત્ર થાય છે. ધ્યાન કરે છે. દુષ્કાળના સમયે પણ અહી પાછું સુકાતું નથી. અહીં દર્શન કરી સામે દેખાતા ભાડવાના ડુંગર ઉપર જવાય છે. ભાડવાના ડુંગર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ કરોડ મુનિઓ સાથે મુક્તિ પધાર્યા હતા. દેરીની નજીકમાં એક કુંડ છે જે શેઠ ભગુભાઈ પ્રેમચંદ સુધરાવ્યો છે. ફા. શુ. ૧૩ના દિવસે અહીંની યાત્રાનું મહત્ત્વ આ પહાડની યાત્રાને માટે જ છે,
ત્યાંથી યાત્રા કરી નીચે ઉતરી સિદ્ધવડની યાત્રા કરે છે. અહીં આદિનાથ ભગવાનની દેરી છે. પાણીની વાવ છે. નજીકમાં ભાતું અપાય છે. આ સ્થાને અનંત મુનિમહાત્માઓ મુક્તિ પધાર્યા છે. ફ. શુ ૧૩ માટે મેળો ભરાય છે. અહીંથી પગ રસ્તે પાલીતાણા બે ગાઉ દૂર છે. યાત્રાળુઓ પગે અથવા વાહનમાં શહેરમાં જાય છે. ૨, બાર ગાઉની પ્રદક્ષિણ
પાલીતાણુ શહેરથી તલાટી રોડને રસ્તે કલ્યાણુવિમલજીની દેરીની પાસેથી શિયી નદીએ જવાય છે. નદીના કાંઠે પાંડેરિયું ગામ છે. ત્યાં થઈ નદી ઉતરી આગળ જવાય છે.
આ રસ્તામાં પથરા, કાંટા અને કાંકરાનું પૂરેપૂરું જોર હોય છે. પ્રથમ પાંડેરયું ગામ આવે છે. પછી ભંડારીયું ગામ આવે છે. પાલીતાણુથી ભંડારીયું ૪ થી ૫ ગાઉ દૂર છે. ભંડારીયામાં સુંદર જિનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય વિગેરે સગવ
તા છે. શ્રાવકેનાં ઘર ૧૫ થી ૨૦ છે.ભાવિક છે. અહીંથી કદંબગિરિનાં મંદિરો વિગેરે દેખાય છે. ભાગીયાથી બેદાનાનેસ અઢીથી ત્રણ ગાઉ છે. બેદાના નેસમાં પૂ પા. આચાર્ય મહારાજ શ્રી વિજ્યનમસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી સુંદર ત્રણ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર વિગેરે બધાયેલ છે. મલનાયક શ્રી મહાવીર પ્રભુજીની ભવ્ય મૂર્તિ છે.