________________
-
-
-
-
ઈતિહાસ ]
૬ ૩૦૭ : * શ્રી જીરાવલા પાર્શ્વનાથજી. , મૂતિ ખંડિત થવાથી ધાન્ધલ શેઠ વગેરે ભક્તવર્ગને પારાવાર દુઃખ થયુ. અને ઉપવાસ કરીને રહ્યા. રાત્રે દેવે તેમને કહ્યું તમે ખેદ ન કરશો. ભાવિભાવ કેઈ મિથ્યા નથી કરી શકતું. હવે તમે મૂર્તિને નવ શેર લાપસીમાં–મૃતિના જે નવ ટુકડા થયા છે તેને જોડીને લાપસીમાં દબાવી રાખે. સાત દિવસ દરવાજા બંધ રાખજે. સાત દિવસ પછી દરવાજા ઉઘાડશે તો મૂતિ આખી સંધાઈ જશે, પરંતુ થયું એવું કે બરાબર સાતમે જ દિવસે કેઈ સંઘ દર્શન માટે આવ્યા. સંઘના અતીવ આહથી સાતમે દિવસે જ દરવાજા ઉઘાડ્યા અને મૂર્તિને બહાર કાઢી. અંગે બધાં સંધાઈ ગયા હતા પરંતુ અંદર રેખાઓ-ખાડા સાફ દેખાતા હતા.
હવે જે સેના-મુસલમાન સમ્રાટની સેના બચી હતી તે પિતાના નગરમાં ગઈ. ત્યાં તેમને પોતાના ઘરમાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણ આ સમાચાર સાંભળ્યા. એને પણ ડર લાગવા માંડ્યો. એટલે પિતાના દિવાનને છાવલા મોકલ્યો. દિવાનને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું કે તમારો રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાને અને પ્રજાને શાંતિ થશે. પાદશાહે ત્યાં આવી માથું મુંડાવ્યું અને ઘણું જ ઉત્સવપૂર્વક શાસનપ્રભાવના કરી જેથી તેને શાંતિ થઈ. રાજાનું અનુકરણ લોકોએ પણ કર્યું. ત્યારથી અદ્યાવધિ માથું મુંડાવવાની પ્રથા દેખાય છે.
તીર્થનું માહાત્મ્ય ખૂબ વધતું જતું હતું. એક વાર અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવી વ્યવસ્થાપકને જણાવ્યું કે-ખંડિત મૂતિ મૂલનાયક તરીકે શેભતી નથી, માટે મારા નામથી જ બીજી મૂતિને ભૂલનાયક તરીકે સ્થાપિ તેથી શ્રી પાર્શ્વનાથજીની બીજી મૂતિ મૂલનાયક તરીકે સ્થાપિત કરી, જે અદ્યાવધિ આ લેક અને પરલેકના ફલાથી ભવ્ય જનેથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયકની ડાબી બાજુ પધરાવ્યાં છે, જેમની પૂજા-અર્ચન-નમસ્કાર થાય છે અને વજાદિ ચઢે છે. આ પ્રતિમાજી પ્રાચીન હોવાથી “દાદા પાર્શ્વનાથજી”ના નામે કહેવાય છે –ઓળખાય છે.
આજે પણ આ પ્રતિમાજી સમક્ષ પ્રાયઃ બાળકોની શિરે મુંડનાદિ કિયા થાય છે. તીર્થને વહીવટ “ધાલના સન્તાનમાં “સીહડ” શ્રેષ્ઠી કરે છે જે અત્યારે ધાલ શેઠની ચૌદમી પેઢીએ છે એમ વૃધ્ધો કહે છે. આ તીર્થની સ્થાપના ૧૧૦૯ ૧૧૮૦)માં થઈ છે.
(ઉપદેશસપ્તતિકા પૂ. ૩૫, ૩૬, ૩૭, રચના સં.
૧૫૩ શ્રી જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત) ઉપરનું કથન ઉપદેશસમતિકાકાર સુધીના સમયનું છે પરંતુ અત્યારે તે મૂલનાયકજી શ્રી નેમિનાથ ભગવાન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથજી પણ મૂલગભારાની બહાર પ્રદક્ષિણાની દીવાલમાં છે.
આ સંબંધી શ્રી વીરવંશાવલીમાં પણ નીચે પ્રમાણે ઉલેખ છે