________________
ઈતિહાસ ]
રાણપુર જી. સેજે એ સિરિ ગિરનારે, રાણિગપુર શ્રીધરણ વિહારે વધ્યાચલ અધિક્ કુલ લીજઈ, સફલ જન્મ શ્રી ચઉમુખ કિજઈ દેવચ્છેદ તિહાં અવધારી, શાશ્વત જિનવર જાણે ચારિ વિહરમાણે બીઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી તિહિ જિબિંબ બાવનું નિહાલું, સયલ બિંબ બહરરૂ જીણાલું ફિરતી બિંબ નવિ જાણુઉં પાર, તીરથ ન દિસર અવતાર વિવિધ રૂપ પૂતલીય અપાર, કેરણીએ અરબુદ અવતાર તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણુ
(જૈન પત્રને રૌયાંક, પૃ. ૧૫૯) રાણકપુરમાં કુલ સાત મંદિર લેવાનું કવિ મેહ જણાવે છે— બનગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાહ.”
અન્યત્ર પાંચ મંદિર હોવાનો પણ ઉલ્લેખ છે કિન્તુ અત્યારે તે ઉપરના લાયદીપક મદિર સિવાય બીજાં બે મંદિરો છે, એક શ્રી પાર્શ્વનાથજી અને બીજુ શ્રી નેમિનાથજીનું છે. ધન્નાશાહના આ મહાન અને ભવ્ય મંદિરને શેઠ આ.કાની પેઢી તરફથી લાખ રૂપિયાના ખર્ચે સુંદર જીધાર થયો છે. આધાર પછી એની રેનક ઓર વધી ગઈ છે. અત્યારે આ મંદિરમાં સાત ભોંયરા છે, જેમાં પ્રતિમાઓ છે.
૧. ધર્મશાલાની સામે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. મંદિરમાં કારીગરી સુંદર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને મનહર છે. અહીં શિખરને પર, સહસ્ત્રફુટપટ, સહસાણા પાર્શ્વનાથ પટ, નંદીશ્વરપટ ગેમુખ છેટા, આચાર્ય મૂર્તિ, ધરણશાહ અને તેમના પત્નીની પથરની સુંદર મૂર્તિ છે. આ મંદિરની નીચે ૮૪ મૈથિ હેવાનું કહેવાય છે. અત્યારે સાત ભોંયરા છે તેમાંથી ચાર બેબર અવારનવાર ઉઘડે છે તેને ઉધાવનાર ગૃહસ્થ પાસે રૂ ૫૧) નકર લેવાય છે. આ મંદિરની દેરીઓ ઉપર શિલાલેખો વિદ્યમાન છે, જે ૧૫૩૫ થી ૧૫૫૬ સુધીના છે.
| # શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની ૧ હાથ મોટી શ્યામવણ સુદર મૂર્તિ છે. આનું પરિકર પણ સુંદર છે, અને એક તાર છે જેમાં નાની નાની તેવીસ મૂર્તિઓ ખેદેલી છે. આ મંદિરમાં નાની મોટી ૨૮ મૂર્તિઓ છે. આની પ્રતિષ્ઠા ૧૪૪૪ માં થયેલી છે. આ મંદિર પૂર્ણિમાગછના શ્રાવકાએ પ્રતિષ્ઠિત કરેલ છે.
આનાથી થોડે દર ત્રીજી મદિર છે જેમાં મૂલનાયકછ શ્રી નેમિનાથજીની ૧ હાથ મોટી મૂર્તિ છે. આ મંદિરમાં ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલી છે. પંદરમી સદીનું આ મંદિર છે. આને સલાટોનું મદિર પણ કહે છે.
આ મદિરથી ૪ ફર્લાગ દૂર એક દેવીનું મંદિર છે. શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર છે. આના છતારની જરૂર છે. નજીકમાં જ મોટી નદી વહે છે.