________________
ઇતિહાસ ]
= ૧૧૫ :
ઘા
ઘોઘા શ્રી નવખંડા પાર્શ્વનાથ ભાવનગરથી લગભગ ા થી ૮ ગાઉ દૂર ઘેવા બંદર છે. અહીં શ્રી નવખડા પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથજીની મૂર્તિની વિ. સં. ૧૧૬૮માં શ્રી અજિતદેવરિજીના સમકાલીન આચાર્ય મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી છે. મૂતિ કરાવનાર શ્રાવક ઘેઘાબંદરના શ્રીમાલી નાણાવટી હીરૂ શેઠ હતા, અધિષ્ઠાયક દેવની અસાવધાનીમાં આ ચમત્કારી મૂતિને પ્લે છેમુસલમાનેએ ભંગ કર્યો હતે અને નવ ખંડ કર્યા હતાં. પછી અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે રૂના પિલમાં ભરી રાખી (કેઈ લાપસીમાં કહે છે, તેને છ મહિના પછી કાજે એટલે સાંધા મળી જઈ પ્રતિમાજી અખંડિત થઈ જશે. શ્રાવકોએ તે પ્રમાણે કર્યું વુિ સાંધા મજ્યા કે નહિં તેની અધીરાઈથી છ મહિના પહેલાં તે મૂર્તિને જોઈ, ખંડ તે જોડાઈ ગયા, પરંતુ સાંધા બાકી રહી ગયા. આજે પણ નવ સાંધા જણાય છે, આ કારણથી આ મૂર્તિનું નામ નવખંડા પાર્શ્વનાથ પડયું. મૂતિ ઘણું જ ચમત્કારી પ્રાચીન અને દર્શનીય છે. ઘોઘામાં બીજું પણ એક મંદિર છે. ઘોઘાથી સીધા પાલીતાણે પણ જવાય છે, નહિં તો ત્યાંથી પાછા ભાવનગર અવાય છે.
ભાવનગરમાં ચાર સુંદર જિનમંદિરે છે. ગામ બહાર દાદાજીનું (મહાવીરસ્વામીનું ) મંદિર બહુ જ સરસ છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાનું સુદર વિશાલ ભુવન-પુસ્તકાલય, શ્રી આત્માનંદ જેનભુવનલાયબ્રેરી વગેરે ખાસ દર્શનીય છે. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” (માસિક) “આત્માનંદ પ્રકાશ (માસિક) “જેન' પત્ર (સાપ્તાહિક) વગેરે અહીંથી પ્રકાશિત થાય છે. જૈન બોર્ડીંગ, જન જનશાળા; યશોવિજય ગ્રંથમાલા, જેને કન્યાશાળા, દવાખાનું વગેરે ચાલે છે. કાઠિયાવાડમાં મુખ્ય શહેર છે. એક સમયે દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન ભાવનગર હતું.
વિ. સં. ૧૭૭૯ના અક્ષયતૃતીયાને રોજ પહેલા ભાવસિંહજી મહારાજે આ નગર વસાવેલ છે. તે પહેલાં તો વડવા ગામ જ હતું. તેની નજીકમાં સમુદ્રકિનારે આ શહેરની સ્થાપના કરવામાં આવી અને ક્રમે ક્રમે વિકાસ સાધી આજે એ કાઠિયાવાડનું પ્રથમ પંક્તિનું શહેર બન્યું છે. ભાવનગર એ કાઠિયાવાડની જન પુરી છે. આજે લગભગ સાત હજાર અને ભાવનગરમાં વસે છે. સંપ, સંગન અને સાહિત્યને માટે ભાવનગર આદર્શરૂપ છે.
નવખંડા પાશ્વનાથજીની એક મૂતિ ખભાતમાં પણ છે. જીરાવલામાં પણ નવખડા પાર્શ્વનાથજીની મૂર્તિ છે.
વલ્લભીપુર આ સ્થાન કાઠિયાવાડમાં બી. એસ. રેવેના ઘેળા જંકશનથી ૩ ગાઉ દૂર