________________
-
-
-
-
ઈતિહાસ ]
* ૨૩૩ :
દર્શાવતી ( ઈ) અને યાત્રાળુઓ દર્શનને લાભ ન લઈ શક્યા. આ સિવાય નાગફણીપાર્શ્વનાથજીની મૂર્તિઓ નીચેના સ્થાનમાં છે–
૧. વિજાપુર તાલુકાના વિહાર નામના ગામમાં પણ છે. ૧૯૨૨ માં અહીં મદિર બન્યું છે.
૨. દગવાડીયામાં ૧૯૨૮ માં નાગફણી પાર્શ્વનાથજીનું મંદિર બન્યું છે.
૩. કેસરીયાજી પાસેના સામેરા ગામમાં પણ નાગફણીપાર્શ્વનાથનું મંદિર હતું. * એકંદરે આ તીર્થસ્થાન મહાચમત્કારી, પ્રભાવિક અને યાત્રા કરવા લાયક છે.
દર્શાવતી (ડભાઈ) . વડોદરાથી પૂર્વમાં રેલવે રસ્તે ૧૮ માઈલ તથા મોટર રસ્તે ૫ણ ૧૮-૧૯ માઈલ દૂર અજોઈ ગામ આવ્યું છે. જો કે આ તીર્થ પ્રસિદ્ધ તીર્થરૂપે નથી પરંતુ અહીં બિરાજમાન શ્રી લઢણુપાર્શ્વનાથજીની અદ્દભૂત ચમત્કારી પ્રાચીન પ્રતિમા છે તેને અંગે અને મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિગેરેની સ્વર્ગવાસભૂમિ હોવાથી તીર્થરૂપ મનાય છે, માટે સંક્ષેપમાં જ ટૂંક પરિચય આપે છે.
ડાઈની સ્થાપના ગુર્જરેશ્વર મહારાજા સિદ્ધરાજના સમયમાં ૧૧૫૦ પછી અર્થાત બારમી સદીમાં થઈ છે. સિદ્ધરાજે આ નગરીને કેટ પણ બધા હતા.
બાદ વાદો શ્રીદેવસૂરિજીના ગુરુ આ. શ્રી મુનિચંદ્રસૂરિજીને જન્મ બારમી સદીમાં ડભોઈમાં થયા હતા. તેઓ મહાત્યાગી, તપસ્વી અને ધુરંધર વિદ્વાન હતા. તેમને “સૌવીરપાયી(માત્ર કાંજી વાપરીને રહેતા માટે સૌવીરપાયી)નું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમજ તાર્કિકશિરોમણી તરીકે પણ તેમની ખ્યાતિ હતી એમણે વિશ ગ્રંથ નવા બનાવ્યા છે. સાત મહાગ્રંથો ઉપર સુંદર ટીકાઓ રચી છે. તેમની નિષધકાવ્ય ઉપર ૧૨૦૦૦ હજાર શ્લેકની ટીકા પણ અદ્દભુત વિદ્વત્તાપૂર્ણ છે. ૧૧૭૮ માં પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે હતે.
ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ ગોધરાના નરેશ ધૃધૂલને જીતી અહીં આવ્યા હતા. તેમણે દભવતીને રક્ષવા માટે સુંદર, મજબૂત કિટલે બનાવ્યો હતો અને ૧૭૦ દેરીઓવાળું સુંદર વિશાળ ગગનચુખી ભવ્ય જિનમન્દિર બનાવ્યું હતું, જે મદિર સેનાના કળશે અને વજાઓથી સુશોભિત કર્યું હતું.
માંડવગઢના મહામંત્રી પેથડકુમારે દભવતીમાં મદિર બનાવ્યું હતું. “રમવાલીપુરે એમાં ૮૩ નગરોમાં બધાવેલાં મંદિરમાં ઉલેખ છે. લોઢણપાર્શ્વનાથજી.
દર્ભાવતીમાં શ્રી લઢણુપાર્શ્વનાથજીનું મંદિર તીર્થરૂપ છે. આ સંબંધમાં