________________
ઈતિહાસ ] ' : ૪૪૯ :
બિહાર શિષ્ય મહેન્દ્રસૂરિજીને એકલી ચમત્કાર બતાવી બ્રાહ્મણે નમાવી દીક્ષા લે તે છોડવાનું કહ્યું, આખરે બ્રાહ્મણે એ દીક્ષા લેવાનું સ્વીકાર્યું અને પછી છેડયા. પછી તેમને આર્ય ખટાચાયે દીક્ષા આપી હતી. આ આચાર્ય વિક્રમની બીજી શતાબ્દિમાં થયા છે. -
આ જ સમય લગભગમાં સુપ્રસિદ્ધ પદ્ધલિપ્તસૂરિજી થયા છે. તેમણે પણ પટણના રાજા મુકુંડરાજને પ્રતિબધી જન બનાવ્યું હતું (જુઓ, પ્રભાવક ચરિત્ર પાદલિપ્તસૂરિ પ્રબંધ.)
પટણાથી બખત્યારપુરથી એક નાને ફાટે-નાની રેલવે નીકળે છે અને તે બિહાર થઈ રાજગૃહી જાય છે.
પટણાથી બખત્યારપુરથી એક બીજી લાઈન બાય સ્ટેશને જાય છે. ત્યાંથી ઉતરી પાંડરાક-મેર જવાય છે કપસવમાં આવતું મેરાકસન્નિવેશ આ હેય, એમ કેટલાક માને છે. અહીંથી મુકામા જંકશન થઈ સીતામઢી જાય છે અને ત્યાંથી વિદેહની રાજધાની મિથિલા જવાય છે.
પટણામાં કે. પી. જાયસવાલ બેરીસટર બહુ જ સારા વિદ્વાન અને પ્રખર પુરાતત્વવિદ રહે છે, તેઓ જેન સાહિત્યના પણ સારા અભ્યાસી છે
પટણાથી બજ્યારપુર થઈ બિહાર થઈ, પાવાપુરી જવાય છે. આ પ્રદેશ મધ ટશ કહેવાય છે. ત્યાંના અજેનેમાં એક વહેમ છે કે મગધ દેશમાં મરે તે નરકે જાય. ” આ વહેમથી પ્રેરાઈ મરી ગયેલા માણસને મગધમાં ન બાળનાં ગાકીઠ લઈ જઈ બાળે છે. ઠેઠ ૪૦-૪૫ માઈલ દૂરના માણસો પણ આ વહેમને લીધે ગંગા કાંઠે શોધે છે અને શબને ત્યાં ઉંચકી લાવીને બાળે છે. પટણામાં શ્વેતાંબર જન મદિરા અને ધર્મસ્થાનની વ્યવસ્થા સુશ્રાવક માંગળચંદજી શિવચ દજી સંભાળે છે.
પટણા અત્યારે બિહાર સરકારનું રાજધાનીનું મુખ્ય શહેર છે. જો કે કઈ પણ તીર્થકર ભગવંતના કલ્યાણકે આ સ્થળે થયા નથી તેમજ તીર્થભૂમિ તરીકે છે પણ પ્રસિધ નથી, છતાં પ્રાચીન નગરી અને જનધમની જાહોજલાલીનું એક વખતનું મહાકેદ્ર હોવાથી તેને લગતે થોડો ઉલેખ કરવામાં આવ્યું છે.
બિહાર અહીં અત્યારે બે સુંદર જિનમંદિર છે. તેમાય ગામનું દહેરાસર તે બહુ જ સુંદર અને રળીયામણું છે. તેની પાછળ ધર્મશાળા (ઉપાશ્રય) છે. હમણાં દસ બાર શ્રાવકેનાં જ ઘર છે. તેમાં ધનુલાલજી સુચતિ અને તેમના નાના ભાઈ લક્ષમીચદજી સુચંતિનું કુટુમ્બ મુખ્ય છે. બિહાર, પાવાપુરી અને કંડલપુર આદિતીર્થોની વ્યવસ્થા પણ તેઓ જ જાળવે છે. શાસ્ત્ર પ્રસિધ્ધ તુગીયા નગરી બહારની