________________
ઈતિહાસ ] * ૫૪૩ :
કૌશાંબી કૌશાંબી આ નગરી ઘણું જ પ્રાચીન છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રીપ ભુજના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક અહીં થયાં છે. કૌશાંબીમાં આજે એક પણ શ્રાવકનું ઘર નથી કે જિનમંદિર નથી. અત્યારે તે માત્ર ભૂમિકરસનાક્ષેત્રપર્શના કરવાનું સ્થાન છે. વત્સદેશની રાજધાનીનું મુખ્ય શહેર કૌશાંબી હતું આજ તે નાના ગામડારૂપે છે. શ્રીસમવાયાંગ સૂત્ર, બી આવશ્યક નિર્યુક્તિ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રકાશ, વિવિધતીર્થકલ્પ અને તીર્થમાળા વગેરે અનેક ગ્રંથમાં આ નગરીને ઉલેખ મળે છે. શ્રીનવપદારાધક થાપાલ રાજાની કથામાં ઘવલશેઠનું નામ આવે છે તે ધવલશેઠ પણ અહીંના-જ હતા.
ભગવાન શ્રી મહાવીરદેવને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જે અભિગ્રહ હતો તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ એ છે ચંદનબાલાએ અહીં જ પૂર્ણ કર્યો હતે. * ઉજજૈનીના ચંડ પ્રદ્યોતે કૌશાંબોના રાજા શતાનિક ઉપર ચઢાઈ કરી શતાનીક
ની રાણી મૃગાવતીને પિતાના અતઃપુરમાં લઈ જવાની ઈચ્છા રાખી હતી. યુદ્ધમાં શતાનીકના મૃત્યુ પછી બહજ કુશલતાથી મૃગાવતીએ કૌશાંબીનું રક્ષણ કર્યું. બાલ શ્રીભગવાન મહાવીરદેવ પધાર્યા અને મૃગાવતીએ પોતાના પુત્રને રાજય આપી ભગવાન પાસે દીક્ષા લઈ જીવન ઉજવળ બનાવ્યું.
બાદ શતાનીકના પુત્ર ઉદયને ઉજજૈનમાંથી ચડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું અપહરણ કર્યું હતું અને તેમાં ચંડપ્રદ્યોતને હાર મળી હતી.
મૃગાવતી અને ચંદનબાલાને અહીં જ કેવલજ્ઞાન પ્રગટયું હતું.
ભગવાન શ્રી મહાવીર સ્વામિ અહીં પધાર્યા હતા અને દેવોએ સમવસરણું રચ્યું હતું. ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે સૂર્ય અને ચંદ્ર મૂલવિમાન થી અહીં પ્રભુનાં દર્શન માટે આવ્યા હતા.
મગધસમ્રાટ શ્રેણિક પ્રતિબોધક, સમ્યકત્વદાતા ગુરુ મુનિરાજશ્રી અનાથી સુનિ અહીના જ રહેવાસી હતા.
અશ્વપાપ્રભસ્વામીને કૌશાંબી નગરીમાં જન્મ થયો હતો, તેમના પિતા શ્રીધર રાજ અને સુસીમા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે અગ્યા પછી માતને કમલની શયામાં સુવાને હલ ઉપન્યો (જે દેવતાઓ પૂર્ણ કર્યો) તેથી અને ભાગવતનું શરીર પર (કમલ) સખું રક્ત વહ્યું હતું તેથી પદ્મપ્રભ નામ દીધુ. તેમનું અઢી ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પનું હતું તથા રક્ત વ હતા. વત્સદેશમાં કૌશાંબી નગરી છે. અહીંના શતાનીક રાજાની મૃગાવતી રાણીના કહેવાથી તેના અનુરાગી ઉજજયનિપતિ ચંડપ્રદ્યતે, કૌશાંબી નગરી ફરતે સુંદર કિલે કરાવ્યો હતે જે અદ્યાવધિ વિદ્યમાન છે.