________________
——૬૭) બુદ્ધિવાળા કરનારને સાબિત કરવાની એક પણ દલીલ સાચી ઠરતી નથી.
- વધારે કેટલુંક કહીએ. તમારી જગતના કરનારને સાબિત કરવાની કલ્પના તે નજરોનજર ખોટી પડે તેવી જ છે; કારણ કે કોઈ મનુષ્ય અત્યાર સુધી જગતના કરનારને જેએલ જ નથી. વળી, તમારી પેઠે અમે પણ એથી ઉલટી જ અટકળો પણ બાંધી શકીએ છીએ કે–જેમ કુંભાર માટી, ચાકડો અને ચીંથરાના પિતા વિના ઘડાને ઘડી શકતો નથી તેમ ઈશ્વર પણ એની પાસે કોઈ પ્રકારની સામગ્રી ન હોવાથી જગતને બનાવી -શકે જ નહિ.
બીજું, જેમ આકાશ બધે ઠેકાણે રહેલું છે અને ક્રિયા વિનાનું છે તેમ ઈશ્વર પણ બધે ઠેકાણે રહેલું હોવાથી જરા પણ ક્રિયા કરી શકે નહિ. એ રીતે કઈ પણ પ્રકારે જગતને બનાવનાર ઈશ્વર ઠરી શકતે જ નથી, તો પછી એ નિત્ય છે, સર્વજ્ઞ છે અને એક છે એ વિગેરે બધું કહેવું તદ્દન નકામું જ છે.
અમે તે કહીએ છીએ કે– ઈશ્વર નિત્ય હોય તે એના એકલાથી જ જગતની રચના, રક્ષા અને સંહાર એ ત્રણ વાનાં કેમ થઈ શકે? જે એક જ સ્વભાવવાળો હોય તે કદી પણ પરસ્પર વિરોધ રાખે એવાં કામ કરી શકે નહિ; માટે ઈશ્વરને તદ્દન નિત્ય માનવો એ પણ તમને પાલવે તેવું નથી.
વળી, એ સર્વજ્ઞ પણ સાબિત થઈ શકતું નથી. એવી એક પણ દલીલ કે અટકળ નથી કે જે વડે આપણે ઈશ્વરને સર્વજ્ઞ તરીકે માની શકીએ.
કર્તવા–ભાઈ, ઉતાવળા ન થાઓ, દલીલ છેઃ જે એ સર્વજ્ઞ ન હોય તે એના બનાવેલા આ જગતમાં આવી અનેક જાતની વિચિત્રતાઓ શી રીતે આવે ? અર્થાત્ જગતમાં રહેલી અગણિત વિચિત્રતાઓ જ ઈશ્વરના સર્વજ્ઞપણને સાબિત કરવાને પૂરતી છે.
અકવા–એ કાંઈ દલીલ ન કહેવાય. એ તે જીવનાં સારાં