________________
( ૧૨૪)--- વિગેરેના પ્રભાવથી કોઈ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે દેખાતું નથી, કિંતુ તે પણ ચેતનાવાળું છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજર જણાતું નથી તો પણ એ, એ બન્નેના શરીરની પેઠે ચેતનાવાળું છે, એમ કહેવામાં કશો વાંધો આવતો નથી. જેમ પરમાણુ અત્યંત સૂક્ષમ છે માટે જણાતું નથી અને બોલે પાષાણને ટુકડો ઉને લાગે છે પણ તેમાં અગ્નિ જણાતી નથી તેમ જ વાયુમાં રહેલું રૂપ પણ ઘણું સૂમ હેવાથી એ આપણી નજરે જણાતું નથી.
૨. જેમ ગાય અને ઘોડે વિગેરે પિતાની જ મેળે-કોઈની પણ પ્રેરણું સિવાય વાંકાવાંકા અને ગમે તે તરફ અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પિતાની જ મેળે વાં કેવાં કે અને ગમે તે તરફ અનિયમિતપણે વાતે હોવાથી એઓની પેઠે જીવ-સંયોગી છે. જો કે જીવ અને પુગલની ગતિ અનુશ્રેણિ હોવાથી પરમાણુ પણ વાંકેવાંકો ગતિ કરે છે, પણ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતે હોવાથી, એ કાંઈ વાયુને લગતી આ હકીક્તમાં જરા પણ આડે આવે તેમ નથી. એ પ્રકારે શસ્ત્રથી કઈ પ્રકારના આઘાતને નહિ પામેલે વાયુ “ સજીવ’ છે એમ સમજી લેવાનું છે.
હવે વનસ્પતિને સજીવ ” તરીકે સમજવાની યુક્તિઓ આ પ્રમાણે છે--
૧. જે સ્વભાવે મનુષ્યના શરીરમાં છે તે જ સ્વભાવ વનસ્પતિના શરીરમાં પણ સ્પષ્ટપણે જાણી શકાય છે, માટે વનસ્પતિઓને પણ મનુષ્યની પેઠે સજીવ માનવી જોઈએ; કારણ કે વનસ્પતિમાં રહેલા મનુષ્ય શરીરની જેવા સ્વભાવ એની (વનસ્પતિની ) સજીવતા સિવાય સંભવી શકે નહિ. જે વનસ્પતિમાં જે જાતને મનુષ્ય સ્વભાવ રહેલું છે તે આ પ્રમાણે છે:--
જેમ મનુષ્યનું શરીર બાળરૂપે કુમારરૂપે, યુવાનરૂપે અને ઘરડારૂપે