Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 268
________________ –- રપ૧ ) કાંઈ પૂછવા જેવું રહેતું નથી. અથવા શબ્દ અને એને સંબંધ એને એઓ તદ્દન નિત્યભાવ જ માને છે, એથી તેઓને એ વિષે પૂછવા જેવું છે. તેઓ એમ જણાવે છે કે-નાદના' કાર્યરૂપ અર્થને જણાવનારી છે અને કોઈ પ્રકારના કાળ(સમય)ના સંબંધથી અલગ રહેનારી છે. હવે જે કાર્યરૂપ પણાને ત્રિકાળશ્રુન્ય જ કહેવામાં આવે તે એને અભાવ થઈ જશે અને અર્થરમ કહેવામાં આવે તો એ પ્રત્યક્ષ વિગેરેથી પણ જાણી શકાય એવું થશે. હવે જે એને બન્ને રૂપે જણાવવામાં આવે અર્થાત કાર્યતાને ત્રિકાળસન્યપણે અને અર્થ–જ્ઞાનને કરાવનારી–એમ બે વિદ્ધ ધર્મવાળી માનવામાં આવે તે જ એ નેદનાને વિષય થઈ શકે છે, માટે “નેદનાની વિજ્યતાને સાબિત કરવા સારુ અનેકાંતપક્ષને સ્વીકાર કરે એ સહજ હકીક્ત છે અર્થાત મીમાંસામતવાળા પણ અનેકાંત પક્ષને જ સ્વીકાર કરી રહ્યા છે. - હવે એવી કેટલીક યુક્તિઓ અને ઉદાહરણે જણાવવાનાં છે, જે બૌદ્ધ વિગેરે બધાં દર્શનેને સંમત છે અને અનેકાંતવાદનું સમર્થન કરનારાં છે -- ૧. બધા દર્શનવાળાએ “સંશય જ્ઞાનમાં બે જાતના ભાસ થાય છે” એમ માને છે, તેથી તેઓ અનેકાંતવાદને અનાદર ન કરી શકે. ૨. એક જ અનુમાન પ્રમાણમાં સાધકતા અને બાધકતા એમ એ વિરૂદ્ધ ધર્મો રહેલા છે અર્થાત એક જ અનુમાન, પિતાના પક્ષનું સાધક છે અને બીજા પક્ષનું બાધક છે એમ માનનારા પ્રામાણિક અનેકાંતવાદને અનાદર શી રીતે કરી શકે ? ૩. મોરના ઈંડામાં લીલે વિગેરે અનેક વર્ષો રહેલા છે–તે બધા વણે કંઈ એકરૂપ ન કહેવાય તેમ અનેકરૂપ પણ ન કહેવાય, એ તે કોઈ અપેક્ષાએ એકરૂપ અને કોઈ અપેક્ષાએ અનેકરૂપ એમ કહી શકાય તેમ છે–તે પણ અનેકાંતવાદને લઈને જ માની શકાય તેવું છે. આ

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290