________________
---(૨૬૭ ) પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી અભયદેવસૂરિજીએ કરેલી છે. આ ટીકાકારને ઈસવીય ૧૧મા સૈકાના ગણવામાં આવે છે. (જુઓ જૈનહિતૈષી, નવમો ભાગ પૃ. ૬૪૬) એ રાજગછના હતા. એમને
ન્યાયચક્રવર્તી અને તર્કપંચાનન નું બિરુદ હતું. - નયચક્રવાલ-કર્તા શ્રીમદ્ભવાદી. આ આચાર્યને કલિકાલસર્વજ્ઞ શ્રોહેમચંદ્રાચાર્ય “મનુ મgamતિ તાજાઃ ' કહીને પિતાના વ્યાકરણમાં પણ સંભાર્યા છે. “પ્રભાવક ચરિત્રમાં એમને વલભીપુર(હાલ વળા)ને રહીશ જણાવેલા છે. મલવાદી' નામના આચાર્યો એક કરતાં વધારે થયેલા છે. એક તે આ ગ્રંથના કર્તા, બીજ, ધર્મોત્તર(ઈસવાય આ સૈકે)કૃત ન્યાયબિંદુ (મુદ્રિત છે). ની ટીકા ઉપર ટિપ્પણના કર્તા. પ્રથમ મલવાદી શ્રીહરિભદ્રજીની પૂર્વે થયેલા છે. અને બીજા મલવાદી “ધર્મોત્તર'ની પછી થયેલા છે. (જુઓ જૈન સાં. સં. અં. ૧, પૃ. ૫૩.)
સ્યાદ્વાદરત્નાકર–કર્તા શ્રીવાદિ દેવસૂરિ. આ આચાર્ય વિષે જુઓ પ્રસ્તુત નિબંધ પૃ. ૫, ટિપ્પણ (૨) - રત્નાકરાવતારિકો–કર્તા શ્રીરત્નપ્રભસૂરિ. આ ગ્રંથકાર વાદિ– દેવસૂરિના શિષ્ય હતા. આ વિષે વધુ માટે જુઓ ૫૦ ગ્રં“રત્નાકરાવતારિકા' ની અમારી પ્રસ્તાવના.
તત્ત્વાર્થ-કર્તા શ્રીઉમાસ્વાતિજી.આમના ગુરુ એકાદશાંગધારી શ્રીઘોષનંદિક્ષમણ મુનિ હતા અને પ્રગુરુ વાચકમુખ્ય “શિવશ્રી” નામે હતા, તથા એમના વિદ્યાગુરુ મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય વાચકાચાર્ય મૂલ (fશન કારાવાર્થ-બૂઢનાનઃ ઇશિત) હતા. એમને જન્મ “ન્યગ્રોધિકા'માં થયા હતા અને એમણે આ