Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 279
________________ (રર) – પણ તેને ચોરી નથી કહેવાતી; કારણ કે આ બધું બ્રાહ્મણોનું જ છે અને તેઓની દુબળાઈને લીધે જ વૃષલ (હલકા લેકો) એનો ઉપભોગ કરી રહ્યા છે. બ્રાહ્મણ જે કાંઈ લે છે (અપહરે છે) જે કાંઈ ખાય છે, જે કાંઈ ઓઢે છે અને જે કાંઈ દે છે તે બધું તેનું પોતાનું જ છે.” વળી, એક સ્થળે એમ જણાવ્યું છે કે “ પુત્ર વિનાના પુરૂની ગત થતી નથી.” અને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે “સંતાન વિનાના હજાર બ્રહ્મચારી વિપ્રકમારો સ્વર્ગ ગયા છે” તથા “માંસભક્ષણમાં, મધ પીવામાં અને મૈથુન સેવવામાં દોષ નથી, કારણ કે એ તો ભૂતની પ્રવૃત્તિ છે, જે, એ કામથી નિવૃત્તિ થાય તે ઘણું ફળ છે” આ લખાણ તે પરરપર તદ્દન વિરુદ્ધ છે. જે પ્રવૃત્તિમાં દેષ ન લાગતું હોય તે નિવૃત્તિમાં ઘણું ફળ શી રીતે હોય? વળી, એમ કહેવામાં આવે છે કે વેદમાં વિધાન કરેલી હિંસા ધર્મનું કારણ છે,” એ વાક્યમાં તે હડહડતે વિરોધ છે; કારણ કે જે એ હિંસા છે તે ધર્મનું કારણ કેમ હોય ? અને ધર્મનું કારણ છે તો હિંસા શી રીતે હોય? એ તો “માતા છે અને વાંઝણી છે” એની જેવી વિરોધી હકીકત છે. એનાં જ શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે –“ધર્મને સાર સાંભળો અને સાંભળીને તેનું ધારણ કરે –બીજા કોઈને પ્રતિકૂળ થાય તેવું વર્તન ન કરે” ઇત્યાદિ. અચિંર્માને માનનારા વેદાંતીઓએ આ પ્રમાણે હિંસાનું વગે શું કર્યું છે. “અમે જે પશુઓ દ્વારા પૂજા કરીએ છીએ તે, આંધળા ૧. “વં વત વિશ્વક જાતીગત ! श्रेष्ठयेनाभिजनेनेदं सर्व वै ब्राह्मणोऽहति ॥ स्वमेव ब्राह्मणो भुक्ते एवं वस्ते स्वं ददाति च । आनृशंस्याद् ब्राह्मणस्य भुनते हीतरे ના ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય – ક–૧૦ –૧૦૧. ૨. જુઓ મનુસ્મૃતિ અધ્યાય –શ્લેક–૧૫૯, ૩. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫–શ્લેક–પર–અનુ.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290