Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 281
________________ (૨૬૪)–– વિગેરે બીજાં દર્શનમાં જે પૂર્વાપર વિરોધ આવે છે તે અહીં જણાવેલ છે. અથવા બૌદ્ધ વિગેરે દર્શનેમાં જે જે સ્યાદ્વાદને સ્વીકાર કરવાના પ્રસંગે પ્રાચીન લેકની વ્યાખ્યામાં દેખાડયા છે તે બધા ય પૂર્વાપર વિરૂદ્ધપણે અહીં પણ બધાં દર્શને માં ઉચિતતા પ્રમાણે દેખાડી દેવા. એ બૌદ્ધ વિગેરે દર્શનવાળા પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્યાદ્વાદને સ્વીકાર કરે છે છતાં તેનું ખંડન કરવા માટે યુક્તિઓ ચલાવે છે, એ પરસ્પર વિરોધ નહિ તે બીજું શું? અથવા એ વિષે કેટલુંક કહેવું–ભેગા મળેલા દહિં અને અડદમાંથી કેટલાક અડદ કાઢવા માટે અહીં એ વિષે એટલું જ જણાવીને વિરામ લઈએ છીએ–અટકી જઈએ છીએ. જે એ ચાર્વાક એટલે નાસ્તિક છે તે તે બિચારે રાંક છે, એ તે આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ અને મેક્ષ–એમાંનું કશું માનતે નથી માટે એની સાથે ચર્ચા એ શું કરવી–એણે કહેલું બધું, કેના અનુભવથી અને શાસ્ત્રોથી વિરુદ્ધ છે–એ તે બિચારે દયાને પાત્ર છે માટે એને જાતે કરે જ ઠીક છે. એમ છે માટે જ એની સામે અનેકાંતવાદનું સ્થાપન કરવું અને એને (નાસ્તિકન) પરસ્પર વિરોધ બતાવો એ બધું જતું કરીએ છીએ. આકારવાળા ભૂતોમાંથી આકાર વિનાના ચૈતન્યથી ઉત્પત્તિ થવી એ વિરુદ્ધ હકીકત છે; કારણ કે ભૂતમાંથી ઉપન્ન થતું કે બીજે ઠેકાણેથી આવતું ચિતન્ય નજરે જણાતું નથી. જેમ આત્મા પાસે ઈદ્રિયો પહોંચી શકતી નથી તેમ ચૈતન્ય પાસે પણ ઈદ્રિ પહોંચી શકતી નથી. ઈત્યાદિ. તે એ પ્રમાણે બૌદ્ધ વિગેરે બીજા બધાનાં શાસ્ત્ર, પોતપોતાના બનાવનારાઓનું અસર્વજ્ઞપણું સાબિત કરે છે, સર્વપણું તે સાબિત કરી શકે એમ નથી; કારણ કે એમાં પરસ્પર વિરોધવાળાં અનેક લખાણો ભરેલાં છે. જનમતમાં તે ક્યાંય જરા પણ પરસ્પર વિરોધ આવતું નથી માટે જ એનો મૂળ પુરુષ સર્વજ્ઞ હેવો જોઈએ, એમ જનમત જ સાબિત કરે છે–એ હકીકત ખાત્રીવાળી છે.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290