Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 277
________________ (૨૬) છેવટે એ કે–તૈયાયિકે એમ માને છે કે પ્રથમ પદાર્થ ઉત્પન્ન થાય છે અને પછી એનું રૂપ ઉત્પન્ન થાય છે. જે રૂ૫ પહેલું ઉત્પન્ન થાય તો એ, આધાર સિવાય ક્યાં રહી શકે ? માટે ઉપર પ્રમાણેનું મંતવ્ય સ્વીકારાય છે, એમાં પણ વિરોધ આ પ્રમાણે છે – હવે જ્યારે પદાર્થને નાશ માનવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે–પદાર્થને નાશ થયા પછી એના રૂપને પણ નાશ થાય છે, પરંતુ એ કથન બરાબર નથી. ખરી રીતે (તમારા કહેવાની રીતે) તે પદાર્થને નાશ થયા પછી એનું રૂપ આધાર વિનાનું થઈને ( રહીને) પછી નાશ પામવું જોઈએ—પણ તમે કહે છે તેમ તેને નાશ ન થવો. જોઈએ—એ રીતે ઉપર પ્રમાણેના કથનમાં વિરોધ જણાય છે–આ. પ્રકારે તૈયાયિક અને વૈશેષિકાના દર્શનમાં પણ પરસ્પર વિરોધ રહે છે. સાંખ્યમતમાં જે પરસ્પર વિરોધ રહે છે, તે આ પ્રમાણે છે:સાંખ્યો કહે છે કે–પ્રકૃતિ નિત્ય, એક, અવયવ વિનાની, ક્રિયા વિનાની અને અવ્યક્તરૂપ છે અને એવી પ્રકૃતિ અનિત્ય એવા મહત વિગેરે અનેક વિકારને પામે છે, એ તે ચોખ્ખું વિરુદ્ધ જ કથન છે. બીજું એ કે–ચેતના, પદાર્થના જ્ઞાનથી રહિત છે, કારણ કે પદાથનું જ્ઞાન એ તો બુદ્ધિને વ્યાપાર છે–એ પણ તદન અનુભવથી વિરુદ્ધ હકીકત છે. ત્રીજું એ કે-બુદ્ધિ તે મહદ્રૂપ છે અને જડ છે માટે એ તે કાંઈ ચેતતી જ નથી–એ પણ વિરૂદ્ધવાણી છે. ચોથું એ કે-આકાશ વિગેરે પાંચ ભૂત શબ્દતન્માત્રા, રૂપતન્માત્રા વિગેરે તન્માત્રા(પરમાણુ)થી પેદા થાય છે એ પણ બરાબર ઘટતું નથી; કારણ કે એકાંત નિત્ય પક્ષમાં કાર્યકારણાભવ ઘટી શકતો જ નથી. ' છેવટે એ કે-જેમ પુષ, એકાંત નિત્યરૂપ હોવાથી કદી વિકારને પામતો નથી, તેમ તેને બંધ અને મોક્ષ પણ થતો નથી તે જ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290