Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 278
________________ ——( ૨૬૧ ) પ્રકૃતિમાં પણ કોઈ જાતને વિકાર ન થવો જોઈએ અને તેનાથી બંધ, મોક્ષ પણ ન થવા જોઈએ; કારણ કે એ (પ્રકૃતિ), પુરુષની પેઠે તદ્દન નિત્યરૂપ છે–આ રીતે સાંખ્યદર્શનમાં પણ પરસ્પર વિરોધ આવતો જણાય છે. | મીમાંસકમતમાં જે પરસ્પર વિરોધ આવે છે, તે આ પ્રમાણે છે - તેઓ એક ઠેકાણે કહે છે કે “કોઈ જવને હણ નહિ, કોઈએ હિંસક થવું નહિ” પછી બીજે ઠેકાણે એમ કહે છે કે “ શ્રોત્રિયને માટે મોટા. બળદ કે મોટા બકરાને પ્રકલ્પો ” અર્થાત આપવો. વળી, એક ઠેકાણે કહે છે કે “કાઈ જીવને હણ નહિ” અને બીજે ઠેકાણે જણાવે છે કે“અશ્વમેધને વચલે દિવસે ત્રણ ઓછાં છાઁ પશુઓનો નિયોગ કરવો’ તથા “અગ્નિ અને સોમને માટે પશુનું બલિદાન કરવું, “પ્રજાપતિને માટે સત્તર પશુઓને ભોગ આપવો ” આ બધું એકલું પરસ્પર વિરોધવાળું જ કથન છે–એક ઠેકાણે કાંઈ અને બીજે ઠેકાણે કાંઈ–એમ કહેવાથી પરસ્પર વિરોધ સિવાય બીજું શું હોઈ શકે ? વળી, એક ઠેકાણે “ખોટું બોલવું નહિ' એમ લખીને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે “બ્રાહ્મણને માટે ખોટું બોલવું.” વળી, “ હે રાજન ! મશ્કરી કરતાં, સ્ત્રીઓના પ્રસંગમાં, વિવાહને સમયે, જીવ જ હોય તેવી આફતમાં અને બધું લુંટાઈ જતું હોય ત્યારે–એ પાંચ ઠેકાણે ખોટું બોલવામાં પાપ નથી.” તથા અનેક રીતે ચોરીને નિષેધ કરીને પછી એમ કહેવામાં આવ્યું છે કે “જે બ્રાહ્મણ હઠથી, કપટથી કોઈનું ધન લઈ લે, તે ૧. “સરહ્યું સૂવાન્ ઇ ગ્રાન્ન સત્યમવિ.જિ. ૪ નાવૃત્ત જાહેર ધર્મ સનાતનઃ ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય જ, લોક ૧૩૮.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290