________________
—(૨૩૩ ) તે ઘડે તેના પિતાના) એક ભાગે કરીને નાશ પામે છે કે સમસ્તપણે એટલે સર્વ પ્રકારે નાશ પામે છે? જો એમ કહેવામાં આવે કે એ ઘડે પોતાના એક ભાગે કરીને નાશ પામે છે તે તે બરાબર નથી; કારણ કે ઘડો પિતાના એક ભાગે કરીને જ નાશ પામતે હોય તે તેને આખાને નાશ તે ન જ થવો જોઈએ, પરંતુ જ્યારે ઘડે ફૂટે છે ત્યારે કોઈ પણ પ્રામાણિક એમ તે કદી પણ કહેતો નથી કે ઘડાને એક ભાગ નાશ પામ્યો, કિંતુ સર્વ કોઈ એમ કહે છે અને સાંભળે છે કે–આખા ઘડાને નાશ થયો. હવે એમ કહેવામાં આવે કે ઘડાને સર્વ પ્રકારે નાશ થાય છે. તે તે પણ બરાબર નથી; કારણ કે જે ઘડાને સર્વ પ્રકારે નાશ થતો હોય તે ઘડો ફૂટ્યા પછી ઠીબડાં અને માટી પણ ન રહેવી જોઈએ. કિંતુ આ તો ઘડો ફૂટી ગયા પછી ઠીબડાં અને મારી બાકી રહે છે એમ સૌ કોઈ જાણે છે માટે એમ શી રીતે માની શકાય કેઘડાને નાશ સર્વ પ્રકારે થઈ જાય છે. એ બન્ને પક્ષમાં એ પ્રકારે દૂષણો આવતાં હોવાથી આ ભાઈએ એમ ન છૂટકે માનવું પડશે કે ઘડે ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે. અને માટીરૂપે સ્થિર રહે છે. વળી, આપણે એ ભાઇને એમ પણ પૂછી શકીએ કે જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે શું એ, એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે કે સર્વ પ્રકારે ઉત્પન્ન થાય છે? જે એમ કહેવામાં આવે કે ઘડે એક ભાગે કરીને ઉતપન્ન થાય છે. તે તે બરાબર નથી, કારણ કે જ્યારે ઘડો ઉત્પન્ન થઈને તૈયાર થાય છે ત્યારે કેઈએમ નથી માનતું કે એ ઘડે એના એક ભાગે કરીને ઉત્પન્ન થયો છે. કિંતુ સૌ કોઈ એમ માને છે કે પૂરેપૂરે ઘડે ઉત્પન્ન થયે છે અને
વ્યવહાર પણ એ જ પ્રકારે ચાલે છે. હવે એમ કહેવામાં આવે કે ઘડે પિતાના સર્વ પ્રકારેવડ ઉત્પન્ન થાય છે, તે એ પણ બરાબર નથી; કારણ કે જે એમ થાય તે સર્વ પ્રકારે ઘડો ઉત્પન્ન થએલે હોવાથી તેમાં માટીની પ્રતીતિ પણ ન થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ અનુભવતું નથી માટે એવી માન્યતા પણ બરાબર ન કહેવાય, માટે ખરું તે એમ માનવું જોઈએ